________________
શ્રી જિન તીર્થ દર્શીન ]
અંબાજી માતાની ટુંક નોંધઃ-રહનેમિના દહેરાસરથી આગળ ચઢતાં અંબાજીમાતાની ટુંક આવે છે. આ મંદિર સંપ્રતિ મહારાજાએ અધાવેલ છે, એમ ઐતિહાસિક અવશેષ પરથી જાણી શકાય છે. વિ. સં. ૧૮૮૩ના અષાઢ સુઢિ ૨ ના રાજ અંબાજીમાતાના મદિરનાં કમાડ જૈન દેરાસરના કારખાના તરફથી કરવામાં આવ્યાના ઉલ્લેખ છે. આ દેવી ખાવીસમા તીર્થંકર શ્રી નેમનાથ સ્વામીની અધિષ્ઠાયિકા દેવી છે. આ ટુકથી આગળ વધતાં એઘડ શિખર આવે છે. તેને ચેાથી ટુંક પણ કહે છે. આ ટુકમાં શ્રી તેમનાથજીની પાદુકા આબુ ધનપતસિહજીએ સ્થાપેલ છે. તેના પર વિ. સં. ૧૨૪૪ની પ્રતિષ્ઠાના ઉલ્લેખ છે. પાંચમી ટુંક ઉપર દહેરાસરમાં મોટા ઘટ છે. તેની નીચાણમાં શ્રી તેમનાથ સ્વામીની પાદુકા તથા પ્રતિમાજી છે. અહિંથી ચેામેર ગિરનું જંગલ દેખાય છે. સૌથી ઊંચામાં ઊંચા ભાગ આ પાંચમી ટુકને ગણાય છે. શ્રી નેમનાથ સ્વામીના પ્રથમ ગણધર શ્રી વરદત્ત અહિં મેક્ષે ગયા છે. શ્રી વરદત્ત ગણધરનું ટુંકું નામદત્ત થયું. જેના નામ પરથી આસ્થાન દત્તાત્રયી તરીકે પ્રસિદ્ધ થયું છે. દરીઆથી આ સ્થાન ૩૬૬૬ ફીટની ઊંચાઇએ છે.
સહસાવન—ગૌમુખી મુકીને ડાબા રસ્તે સપાટ રસ્તા નીકળે છે. તે સહસાવનના રસ્તા છે. ત્યાં શ્રી નેમનાથ સ્વામીની પાદુકાની ઉપર નીચે બે દેરીઓ છે. અહિં શ્રી નેમનાથ સ્વામીની દિક્ષા તથા કેવળજ્ઞાન થયેલાં છે. આ
Jain Education International
૧૧
For Personal & Private Use Only
www.jainelibrary.org