________________
પ્રકરણ ૨ જું
સ્વર્ગમાં, પાતાલમાં અને મનુષ્ય લેકમાં જે કંઈ નામ રૂપી તીર્થ છે, તે સર્વે તીર્થોને વંદન કરવાથી જે ફળ થાય તે માત્ર પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. અર્થાત્ શત્રુંજય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. ૧૦ पडिलाभंते संघ, दिट्ठमदिडे य साहू सेतुंजे । कोडिगुणं च अदिढे, दिढे अ अणंतय होइ ॥ ११ ॥
શ્રી શત્રુંજયના માર્ગમાં જતાં જે પુરૂષ શત્રુંજયને જેયે અથવા ન જોયે સાધુ સંઘને પડિલાલે તે તેમાં શત્રુંજયને અણદીઠે કેટીગણું ફળ થાય છે, અને દીઠે તે અનંતગણું ફળ થાય છે. ૧૧ केवलनाणुप्पत्ती, निव्वाणं आसी जत्थ साहूणं । पुंडरीए वंदित्ता, सव्वे ते वंदिया तत्थ ॥ १२ ॥
જે જે સ્થાને સાધુઓને કેવળજ્ઞાનની ઉત્તિ થઈ છે, અને જ્યાં જ્યાં નિર્વાણ પામ્યા છે, તે સર્વ સ્થાનની વંદના એક પુંડરીકગિરિને વંદન કરવાથી થાય છે. ૧૨
अट्ठावयं संमेए, पावा चंपाइ उज्जंतनगे य । वंदित्ता पुन्नफलं, सयगुणं तं पि पुंडरीए ॥ १३ ॥
૧ શ્રી યશોવિજયજી ઉપાધ્યાય આ ગાથાને ભાવ વિમળાચળના સ્તવનમાં લાવ્યા છે. “જે સઘળાં તીરથ કર્યા, યાત્રા ફળ કહીએ, તેથી એ ગિરિ ભેટતા, શતગણું ફળ લહીએ.”
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org