________________
આઘાત થયે. છતાં ભવિતવ્યતાને કણ રેકી શકે?
માતાપિતાના સ્વર્ગવાસથી મુલચંદભાઈને વ્યવહારિક અભ્યાસ માટે તેમની માસી અમથીબહેનની પ્રેરણાથી તેમના પુત્ર પ્રાણજીવનદાસ કાન્તીભાઈ ભણવા માટે તેમને પિતાના વતન લઈ ગયા. અને ત્યાં ગુજરાતી ધોરણ સાત સુધીનો અભ્યાસ કર્યો, વધુ અભ્યાસ કરવા માટે તેઓશ્રી સુરત આવ્યા અને ત્યાં થર્ડ ગ્રેડની (શાળાન્ત) પરીક્ષા આપી. ત્યાંથી અમદાવાદ જઈ પ્રેમચંદ રાયચંદ ટ્રેનીંગ કોલેજમાં ત્રણ વર્ષ સુધી આગળ અભ્યાસ કરી ૨૦ વર્ષની ઉમરે સીનીયર થયા, અને વયે સ્વાશ્રયી બનવું જોઈએ તે અનુસાર ગુજરાતી નિશાળમાં શિક્ષકની
કરી શરૂ કરી, અને છેલ્લે છેલ્લે સુરતમાં ચાલતી શ્રી રત્નસાગરજી જૈન પાઠશાળાના તેઓશ્રી અધ્યાપક થયા. સીત્તેર વર્ષની વયના મુનિવર્ય શ્રીરત્નસાગરજી મહારાજના પરિચયમાં આવતાં સંસારની અસારતા સમજાઈ અને વૈરાગ્ય તરફ તેમનું મન વળ્યું.
સં. ૧૯૫૭ માં સુરતમાં ભયંકર પ્લેગને ઉપદ્રવ શરૂ થયે અને તેમાં પિતાના કેટલાક મિત્રે પ્લેગના ભોગ બનેલા દષ્ટિગોચર થતાં તેમનામાં જે દિક્ષાની ભાવના હતી તે અતિ તિવ્ર બની. તે અરસામાં વિ. સં. ૧૯૫૭ માં પૂજ્ય મુનિરાજ શ્રી સિદ્ધિવિજયજી (વર્તમાનમાં પૂ. આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજ્ય સિદ્ધિવિજયજી) ડાણ પાંચનું મારું સુરતમાં થયું. તેઓ આગળ પિતાની દીક્ષાની ભાવના વ્યક્ત કરી અને પિતાની તીવ્ર ઈચ્છા બતાવી. સં. ૧૫૮ ના કારતક વદ ૯ ના રેજ સંઘના સંપૂર્ણ ઉત્સાહ સાથે મુળચંદભાઈએ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org