________________
૧૦૦
શ્રી શત્રુંજય સૌરભ માટે આપવા ઉદારતા દર્શાવેલ છે. હમણું દુગ્ધાલય પણ શરૂ કરવામાં આવ્યું છે.
શ્રી શ્રેયસ્કર મંડળ ધર્મનિષ્ઠ શેઠ શ્રી વેણીચંદ સુરચંદ સંસ્થાપિત શ્રી જૈન શ્રેયસ્કર મંડળ મહેસાણાની શાખા છે. જ્યાં પાલીતાણામાં પારમાર્થિક દષ્ટિએ સુંદર કાર્ય કરે છે.
શ્રી લબ્ધિસૂરી જૈન સેવા સમાજ
સં. ૧૯૮૩ ના અષાડ વદ ૩ ના રોજ આચાર્યશ્રી વિજયલબ્ધિસૂરીજીની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યું છે. આ સેવા સમાજમાં ઠીક સભ્યો છે. બધા યુવક ભાઈઓ સમાજના ઉદ્દેશ અનુસાર પ્રસંગે પ્રસંગે ઉત્સાહપૂર્વક સેવા કરે છે.
શ્રી સિદ્ધક્ષેત્ર મોટી ટોળી આ સંસ્થાની સ્થાપના સં. ૧૯૨૭માં મુનિ મહારાજ શ્રી મૂળચંદજી મહારાજના પ્રયાસથી મુનિશ્રી દર્શનવિજય. જીએ કરી હતી. ૭૫ વર્ષથી ચાલતી આ જૂની સંસ્થા છે. પૂજા ભણાવવાની કળા તેમની પ્રસિદ્ધ છે. પાઠશાળા તથા જ્ઞાનભંડાર છે. આ માટેનું સ્થળ તીકડીયાની ધર્મશાળા છે.
શ્રી સિદ્ધક્ષેત્ર નાની ટેળી–આચાર્ય શ્રી વિજય નીતિસૂરીશ્વરજીની પ્રેરણાથી એ ચાલે છે. તેમાં ઉપાશ્રય તથા પાઠશાળા છે. શાસન શેભાનાં કામો કરવામાં સભ્ય આનંદ માને છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org