________________
પ્રકરણ ૮ મું રહ્યું છે. સાધુ-સાધ્વી અને યાત્રિકોને પણ દરેક રીતે રાહત મળે છે.
આયંબિલ ભુવન આ ભુવનની સ્થાપના સં. ૧૯૬૮માં મુનિશ્રી સિદ્ધિ વિજયજી દાદાના શિષ્ય શ્રી કલ્યાણવિજ્યજી મહારાજના ઉપદેશથી ધર્મપ્રેમી શ્રી વેણચંદ સુરચંદના પ્રયાસથી થયેલ છે. નવા મકાનમાં યાત્રા કરી આવેલ ભાઈ-બહેનની વિશ્રાંતિ માટે બે હલ રાખવામાં આવ્યા છે. ધાર્મિક ક્રિયા કરવા માટે જુદા હાલમાં સગવડ છે. આસો–ચત્ર માસની ઓળીમાં મોટા પ્રમાણમાં આયંબિલ કરનારાઓ માટે પણ સારી સગવડતા છે. આયંબિલમાં ૨૦ થી ૨૫ ચીજો કરવામાં આવે છે. સગવડતા ઘણી સુંદર હોય છે.
ગૌરક્ષા. આ સંસ્થા સં. ૧૯૫૫ માં શરૂ કરવામાં આવી છે. છેલ્લાં “૪૭ વર્ષથી શત્રુંજયની પવિત્ર ભૂમિમાં લુલાં-લંગડાં, અપંગ, અશક્ત અને વસુકી ગયેલી, રખડતી, ગામ-પરગામની ગાયે, વાછરડાં વિગેરે જાનવરોને પાંજરાપોળમાં રાખી પાલન-પોષણ કરવામાં આવે છે.
આ ગૌરક્ષાનાં મૂંગાં પ્રાણીઓના ચરણ માટે નામદાર મહારાજા સાહેબ બહાદુરસિંહજી સાહેબ તરફથી શત્રુંજય ડુંગરની બે ધારે કાયમને માટે ઘાસ ચરાણને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org