________________
પ્રકરણ ૮ મું
અને જગ્યાએ જગ્યાએ, ઠંડા ઊના પાણીની વ્યવસ્થા પેઢી તરફથી કરવામાં આવી છે.
ભાતાની વ્યવસ્થા– યાત્રાળુઓની ભક્તિ નિમિત્તે તળાટી ભાતું આપવાની વ્યવસ્થા વર્ષોથી ચાલી આવે છે. જે કઈ ભાઈ-બહેનને પિતાના તરફથી ભાતું વહેંચવું હોય તે પેઢીમાં લખાવીને ઈચ્છિત વસ્તુની વ્યવસ્થા કરાવી શકે છે. વ્રતધારીઓ માટે આઠ માસ કાયમ ઉકાળેલું પાણી તૈયાર રહે છે. દર ચૌદશે તેમજ ચિત્રી ઓળીમાં આયંબીલ તપની જોગવાઈ રાખવામાં આવે છે.
પાંજરાપોળ–ગિરિરાજનું સંરક્ષણ અને યાત્રાબુઓની વ્યવસ્થા તથા સેવા ઉપરાંત નાનાં મોટાં સંખ્યાબંધ પશુઓનું રક્ષણ પેઢી તરફથી કરવામાં આવે છે. શ્રી ભાવનગર દરબારે પાંજરાપોળના રક્ષણાર્થે છાપરીયાળી નામનું ડુંગરી ગામ બક્ષીસ આપેલ છે.
આ પાંજરાપોળની વ્યવસ્થા પેઢી તરફથી થાય છે. હજારે જેને તેમાં પિષણ ને રક્ષણ મળે છે. પાલીતાણામાં પણ પાંજરાપોળનું વિશાળ મકાન છે.
સંચાલન–ગિરિરાજ ઉપર એક ઈન્સ્પેકટર ઉપરાંત ગઠીઓ, ચોકીદારો, મહેતા, કામવાળા સીપાઈભિયા આદિ પૂરતી સંખ્યામાં રાખવામાં આવે છે. ઉપરાંત શહેરમાં મોટા દહેરાસરજીની પાસે “નાના દરબાર'ના નામથી પ્રસિદ્ધ પેઢી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org