________________
શ્રી શત્રુંજ્ય સૌરભ અમુક મજલ સુધી આપવામાં આવે છે. ચાતુર્માસમાં પાટ, પાટલા, કુંડી, ઘડા વિગેરે જરૂરી ચીજો પણ પૂરી પાડવામાં આવે છે. ઉપરાંત જરૂરી વિયાવચ્ચ કરવા માટે પૂરી દેખરેખ રાખવામાં આવે છે.
યાત્રિકે માટે યાત્રિકો માટે અનેક જાતની કાળજી રાખવામાં આવે છે. શિહાર સ્ટેશને એક કારકુન રાખવામાં આવે છે, જે આવતાં જતાં યાત્રાળુઓને માટે અનેક જાતની સગવડ આપે છે. પાલીતાણ સ્ટેશને બન્ને વખત એક કારકુન તથા એક પટાવાળે આવે છે, અને પ્રત્યેક યાત્રાળુઓને ઉપચગી થઈ પડે છે. ઠામ-વાસણ કે ગાદલા-ગોદડા જરૂરીયાત પ્રમાણે અપાય છે. બિમાર યાત્રાળુઓને માટે પેઢી તરફથી દેશી ઔષધાલય જસકુંવરની ધર્મશાળા બહાર રાખવામાં આવેલ છે. જરૂરીયાત પ્રમાણે વૈદ્ય ધર્મશાળાઓમાં પણ જાય છે. આ ઉપરાંત યાત્રાળુઓની નાની મોટી બધી જરૂરીયાતે પૂરી પાડવા માટે અનેક જાતની વ્યવસ્થા કરવામાં આવે છે.
ઉપકરણે–પૂજા, આંગી વિગેરે માટે કેસર, બરાસ, સુખડ, અગરબત્તી, દશાંગધૂપ, બાદલું, વરખ આદિ પૂજાના ઉપકરણની તમામ વસ્તુઓ શુદ્ધ અને ઊંચી જાતની મુદ્દલ ભાવે આપવાની સારી સગવડ કરવામાં આવી છે.
મદદ–નિરાધાર જૈન કુટુંબ કે સાધન વિનાના શ્રાવકેને મદદ પણ અપાય છે.
પાણીની વ્યવસ્થા–ડુંગર ઉપર વિસામે વિસામે,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org