________________
૭૬
શ્રી શત્રુંજય સૌરભ લને પાર નહિ, પણ કેઈની નસકેરી પણ ફૂટી નહતી, કોઈનું મરણ પણ થયું ન હતું. એ એક ચમત્કાર ગણાય.
આ મંદિર બાંધવા માટે એંસી હજાર રૂપીઆના દેરડાને ખર્ચ થયે હતે.
ધન્ય એ તીર્થ પ્રેમ, ધન્ય એ ભાવના, ધન્ય એ શ્રદ્ધા, ધન્ય એ લક્ષ્મી, અને ધન્ય એ ભક્તિ !
સંઘ જમણું શેઠ મોતીશાના પુત્ર ખીમચંદ શેઠ સંઘ સહિત આવ્યા હતા. અમદાવાદથી પ્રેમાભાઈ શેઠ તથા જુદી જુદી ટુકેના મંદિરની મૂર્તિઓની અંજનશલાકા અને પ્રતિષ્ઠા માટે બાવન સંઘ એકઠા થયા હતા. લલિતસાગરને તીરે એક નગર વસી ગયું હતું. પુરબાઈની ધર્મશાળા હાલ છે ત્યાં એક ચતરા ઉપર સંઘવીની બેઠક ગઠવવામાં આવી હતી, તથા સંઘવીની હાજરી જાણવા વાવટે ચડાવી રાખવાની સુંદર વ્યવસ્થા કરી હતી. સાંજના દરેક સંઘવી અહીં મળતા હતા, ને બીજા દિવસના જમણને આદેશ અહીં અપાતે.
એક દિવસ રાત્રિને સમય હતે. ધીમે ધીમે સંઘવીએ તથા આગેવાને આવવા લાગ્યા. બીજા દિવસના જમણ માટે કોને આદેશ આપ તેની વાત ચાલતી હતી, આદેશ આપનાર જુદા જુદા ગૃહસ્થને પૂછગાછ થતી હતી. એક મારવાડી ડેશીમાં સામાન્ય કપડામાં એક બાજુ બેઠાં હતાં, જમણના આદેશની વાત સાંભળીને ડેસીમા ચમક્યાં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org