________________
નિત્યકમ
સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ, એ તૃષ્ટ આતમગુણ પ્રગટે, કહો સુખ તે કુણ કહીએ રે? ભ૦૨ નાગરસુખ પામર નવિ જાણે, વલ્લભ સુખ ન કુમારી, અનુભવવિણ તેમ ધ્યાનતણું સુખ કોણ જાણે નરનારી રે. ભ૦૩ એહ વૃષ્ટિમાં નિર્મળ બોઘે, ધ્યાન સદા હોય સાચું, દૂષણ રહિત નિરંતર જ્યોતિ, રત્ન તે દીપે જાચું રે. ભ૦૪ વિષભાગક્ષય, શાંતવાહિતા, શિવ મારગ ધ્રુવનામ, કહે અસંગક્રિયા ઇહાં યોગી, વિમલ સુયશ પરિણામ રે. ભ૦૫
(ઢાળ આઠમી)
આઠમી પરાર્દ્રષ્ટિ-વિચાર રાજ સમર તું, રાજ સમર તું, રાજ હૃદયમાં રાખીને, માથા ઉપર મરણ ભમે છે, કાળ રહ્યો છે તાકીને.
-એ દેશી દ્રષ્ટિ આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણેજી, આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શશિરામ બોઘ વખાણુંજી, નિરતિચાર પદ એહમાં યોગી, કહિયે નહિ અતિચારીજી, આરોહ આરૂઢ ગિરિને, તેમ એહની ગતિ ન્યારીજી. ચંદન ગંઘ સમાન ક્ષમા ઇહાં, વાસકને ન ગવષેજી, આસંગે વર્જિત વળી એહમાં, કિરિયા નિજગુણ લેખેજી, શિક્ષાથી જેમ રતન નિયોજન, દ્રષ્ટિ ભિન્ન તેમ એહોજી, તાસ નિયોગે કરણ અપૂરવ, લહે મુનિ કેવલ ગેહોજી. ૨ ક્ષીણ દોષ સર્વજ્ઞ મહામુનિ, સર્વ લબ્ધિ ફલ ભોગીજી, પર ઉપગાર કરી શિવસુખ તે, પામે યોગ અયોગીજી,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org