________________
પર
નિત્યક્રમ
(ઢાળ પાંચમી) પાંચમી સ્થિરાદ્રષ્ટિ-વિચાર
(ઘન ઘન સંપ્રતિ સાચો રાજા–એ દેશી) દ્રષ્ટિ થિરામાંહે દર્શન નિત્યે, રત્નપ્રભા સમ જાણો રે, ભ્રાંતિ નહીં વળી બોથ તે સૂક્ષમ, પ્રત્યાહાર વખાણો રે. ૧ એ ગુણ વીર(રાજ)તણો ન વિસારું, સંભારું દિનરાત રે, પશુ ટાળી સુરરૂપ કરે જે, સમકિતને અવદાત રે. એ૦૨ બાલ ધૂલિ ઘર લીલા સરખી, ભવ ચેષ્ટા છતાં ભાસે રે, રિદ્ધિ સિદ્ધિ સવિ ઘટમાં પેસે, અષ્ટ મહા સિદ્ધિ પાસે રે. એ૩ વિષય વિકારે ન ઇંદ્રિય જોડે, તે અહીં પ્રત્યાહારો રે, કેવળ જ્યોતિ તે તત્ત્વ પ્રકાશે, શેષ ઉપાય અસારો રે. એ૦૪ શીતળ ચંદનથી પણ ઉપન્યો, અગ્નિ દહે જેમ વનને રે, ઘર્માનિત પણ ભોગ બહાં તેમ લાગે અનિષ્ટ તે મનનેરે. એપ અંશે હોય છતાં અવિનાશી, પુદ્ગલ જાલ તમાસી રે, ચિદાનંદઘન સુયશ વિલાસી, કેમ હોય જગનો આશી રે? એ૦૬
(ઢાળ છઠ્ઠી) છઠ્ઠી કાંતાદ્રષ્ટિ-વિચાર (ભોલીડા હંસા રે વિષય ન રાચીએ-એ દેશી) અચપલ રોગરહિત નિષ્ફર નહિ, અલ્પ હોય દોય નીતિ, ગંઘ તે સારો રે કાંતિ પ્રસન્નતા, સુસ્વર પ્રથમ પ્રવૃત્તિ.
ઘન ઘન શાસન શ્રી જિનવરતણું. ૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org