________________
૨૯૧
નિત્યકમ એક કનક અરુ કામિની, દો મોટી તરવાર; ઊઠ્યો થો જિન ભજનકું, બિચમેં લિયો માર.
સવૈયા સંસાર છાર તજી ફરી, છારનો વેપાર કરું, પહેલાંનો લાગેલો કીચ, ઘોઈ કીચ બીચ ફરું; તેમ મહા પાપી હું તો માનું સુખ વિષયથી, કરી છે ફકીરી એવી, અમીરીના આશયથી.
દોહા ત્યાગ ન કર સંગ્રહ કરું,વિષયવચન જિમ આહાર, તુલસી એ મુજ પતિતકું, વારંવાર ધિક્કાર. કામી કપટી લાલચી, કઠણ લોહકો દામ; તુમ પારસ પરસંગથી, સુવરન થાશું સ્વામ. જપ તપ સંવર હીન હું, વળી હું સમતા હીન કરુણાનિધિ કૃપાળ હે ! શરણ રાખ, હું દીન. નહિ વિદ્યા નહિ વચનબળ, નહિ ઘીરજ ગુણ જ્ઞાન, તુલસીદાસ ગરીબકી, પત રાખો ભગવાન. આઠ કર્મ પ્રબળ કરી, ભમીઓ જીવ અનાદિ, આઠ કર્મ છેદન કરી, પાવે મુક્તિ સમાધિ. સુસા જૈસે અવિવેક હું, આંખ મીચ અંધિયાર; મકડી' જાલ બિછાયકે, ફસું આપ ધિક્કાર. સબ ભાક્ષી જિમ અગ્નિ હું, તપીઓ વિષય કષાય;
અવછંદા અવિનીત મેં, ઘર્મી ઠગ દુઃખદાય. ૧. કરોળિયો.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org