________________
૨૪૦
નિત્યક્રમ
(૧૬) શ્રી નમિચ્છર જિન સ્તવન
(હો પિયુ પંખીડા–એ દેશી) જગત દિવાકર શ્રી નમિશ્વર સ્વામ જો,
તુજ મુખ દીઠે નાઠી ભૂલ અનાદિની રે લો; જાગ્યો સમ્યગૃજ્ઞાન સુઘારસ ઘામ જો,
છાંડી દુર્જય મિથ્યા નીંદ પ્રમાદની રે લો. ૧ સહેજે પ્રગટ્યો નિજ પર ભાવ વિવેક જો,
અંતર આતમ ઠહર્યો સાઘન સાઘવે રે લો; સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જો,
નિજ પરિણતિ થિર નિજ ઘર્મરસે હવે રે લો. ૨ ત્યાગીને સવિ પર પરિણતિ રસ રીઝ જો,
જાગી છે નિજ-આતમ-અનુભવ ઇષ્ટતા રે લો; સહેજે છૂટી આસ્રવ ભાવની ચાલ જો,
જાલમ એ પ્રગટી સંવર શિષ્ટતા રે લો. ૩ બંઘના હેતુ જે છે પાપસ્થાન જો,
તે તુજ ભગતે પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લો; ધ્યેયગુણે વળગ્યો પૂરણ ઉપયોગ જો,
તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લો. ૪ ‘જે અતિ દુસ્તર જલધિ સમો સંસાર જો, - તે ગોપદ સમ કીધો પ્રભુ અવલંબને રે લો; 'જિન આલંબની નિરાલંબતા પામે જો,
તેણે હમ રમશું નિજગુણ શુદ્ધ નંદનવનેરે લો ૫ ૧. જે ન તરી શકાય એવો અપાર સમુદ્ર જેવો સંસાર, તે ગાયની ખરીમાં પાણી ભરાયું હોય, તેવો અલ્પ કરી દીધો. ૨.પાઠાં.- જાણ્યો પૂર્ણાનંદ તે આતમ પાસ જો,
અવલંબો નિર્વિકલ્પ પરમાતમતત્ત્વને રે લો.૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org