SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યકમ ૨૧૯ અવિનાશી હો જે આત્માનંદ કે, પૂર્ણ અખંડ સ્વભાવનો, નિજ ગુણનો હો જે વર્તન ઘર્મ કે, સહજ વિલાસી દાવનો; તસ ભોગી હો તું જિનવર દેવક, ત્યાગી સર્વ વિભાવનો, શ્રુતજ્ઞાની હો ન કહી શકે સર્વ કે, મહિમા તુજ પ્રભાવનો. ૪ નિકામી હો નિકષાયી નાથ કે, સાથ હોજો નિત તુમ્હ તણો, તુમ આણા હો આરાઘન શુદ્ધ કે, સાથું હું સાઘકપણો; વીતરાગથી હો જે રાગ વિશુદ્ધ કે, તેહી જ ભવભય વારણો, જિનચંદ્રની હો જે ભક્તિ એકત્વ કે, દેવચંદ્ર પદ કારણો. ૫ (૧૦) શ્રી વિશાલ જિન સ્તવન દેવ વિશાલ જિણંદની, તમે ધ્યાવો તત્ત્વસમાધિ રે, ચિદાનંદ રસ અનુભવી, સહજ અકૃત નિરુપાધિ રે, સહજ અકૃત નિરુપાધિ રે અરિહંતપદ વંદિયે ગુણવંત રે; ગુણવંત અનંત મહંત સ્તવો, ભવતારણો ભગવંત રે. ૧ ભવ ઉપાધિ ગદ ટાલવા, પ્રભુજી છો વૈદ્ય અમોઘરે; રત્નત્રયી ઔષધ કરી, તમે તાર્યા ભવિજન ઓઘરે. ત૮૦૨ ભવ સમુદ્ર જલ તારવા, નિર્ધામક સમ જિનરાજરે; ચરણ જહાજે પામિય, અક્ષય શિવનગરનું રાજ રે.અમ્બ૦૩ ભવઅટવી અતિ ગહનથી, પારગ પ્રભુજી સત્યવાહરે, શુદ્ધ માર્ગદર્શક પણે, યોગ ક્ષેમકર નાહ રે.યોઅ૦૪ રક્ષક જિન છકાયના, વળી મોહનિવારક સ્વામી રે; શ્રમણ સંઘ રક્ષક સદા, તેણે ગોપ ઈશ અભિરામ રે તે અ૦૫ ભાવ અહિંસક પૂર્ણતા, માહણતા ઉપદેશ રે, ઘર્મ અહિંસક નીપનો, માહણ જગદીશ વિશેષ રે.મા અ૦૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy