________________
૧૯૮
નિત્યક્રમ
(૩) શ્રી બાહુ જિન સ્તવન (દેશી નણદલની)
સાહિબ બાહુ જિજ્ઞેસ૨ વીનવું, વિનતડી અવઘાર હો; ભવભયથી હું ઉભળ્યો, હવે ભવ પાર ઉતાર હો.સા૦૧
તુમ સરિખા મુજ શિર છતે, કરમ કરે કિમ જોર હો; ભુજંગતણો ભય તિહાં નહીં,જિહાં વનમાં વિચરે મોર હો.સા૦૨
જિહાં રવિ તેજે ઝળહળે, તિહાં કિમ રહે અંધકાર હો; કેસરી જિહાં ક્રીડા કરે, તિહાં નહિ ગજ પરિચાર હો.સા૦૩
તિમ જો તુમે મુજ મન ૨મો, તો નાસે દુરિત સંસાર હો; વચ્છવિજય સુસીમાપુરી, રાય સુગ્રીવ મલ્હાર હો.સા૦૪
હિરણ લંછન એમ મેં સ્તવ્યો, મોહના રાણીનો કંત હો; વિજયાનંદન મુજ દીઓ, યશ કહે સુખ અનંત હો.સાપ
(૩) શ્રી સંભવનાથ જિન સ્તવન
સેનાનંદન સાહિબ સાચો રે, `પરિરિ પરખ્યો હીરો જાચો રે; પ્રીતિ મુદ્રિકા તેહશું જોડી રે, જાણું મેં લહી કંચન કોડી રે.
૧
જેણે ચતુરશું ગોઠી ન બાંધી રે, તિણે તો જાણ્યું ફોકટ વાથી રે; સુગુણ મેલાવે જેહ ઉચ્છાહો રે, મણુઅ જન્મનો તેહ જ લાહો રે. ૨
સુગુણ શિરોમણિ સંભવસ્વામી રે, નેહ નિવાહ ઘુઘર પામી રે; વાચકયશ કહે મુજદિન વળિયો રે,મનહ મનોરથ સઘળો ફળિયો રે. ૩
૧. વારંવાર
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org