________________
૧૯૭
નિત્યક્રમ (૩) શ્રી બાહુ જિન સ્તવન
(સંભવ જિન અવઘારિયેએ દેશી) બાહુનિણંદ દયામયી, વર્તમાન ભગવાન; પ્રભુજી, મહાવિદેહે વિચરતા, કેવલ જ્ઞાન નિદાન. પ્ર. બા. ૧ દ્રવ્યથકી છ કાયને, ન હણે જેહ લગાર, પ્રવ ભાવદયા પરિણામનો, એહી જ છે વ્યવહાર. પ્ર. બા. ૨ રૂપ અનુત્તર દેવથી, અનંત ગુણ અભિરામ, પ્ર. જોતાં પણ જગીજતુને, ન વધે વિષય વિરામ. પ્રબા. ૩ કર્મઉદય જિનરાજનો, ભવિજન ઘર્મ સહાય, પ્ર. નામાદિ સંભારતાં, મિથ્યા દોષ વિલાય. પ્ર. બા. ૪ આતમ ગુણ અવિરાઘના, ભાવદયા ભંડાર, પ્ર. ક્ષાયિક ગુણ પર્યાયમેં, નવિ પર ઘર્મ પ્રચાર. પ્ર. બા. ૫ ગુણ ગુણ પરિણતિ પરિણમે, બાઘક ભાવ વિહીન, પ્ર. દ્રવ્ય અસંગી અન્યનો, શુદ્ધ અહિંસક પીન. પ્ર. બા. ૬ ક્ષેત્રે સર્વ પ્રદેશમેં, નહિ પરભાવ પ્રસંગ, પ્રવ અતનુ અયોગી ભાવથી, અવગાહના અભંગ. પ્ર. બા. ૭ ઉત્પાદ વ્યય ધ્રુવપણે, સહેજે પરિણતિ થાય, પ્ર. છેદન યોજનતા નહીં, વસ્તુ સ્વભાવ સમાય. . બા. ૮ ગુણ પર્યાય અનંતતા, કારક પરિણતિ તેમ, પ્ર. નિજ નિજ પરિણતિ પરિણમે, ભાવ અહિંસક એમ. પ્ર. બા. ૯ એમ અહિંસકતામયી, દીઠો તું જિનરાજ, પ્ર. રક્ષક નિજપરજીવનો, તારણતરણ જિહાજ. પ્રબા. ૧૦ પરમાતમ પરમેસરુ, ભાવદયા દાતાર, પ્ર સેવો ધ્યાવો એહને, દેવચંદ્ર સુખકાર. પ્ર. બા. ૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org