________________
૧૮૬
નિત્યક્રમ વીરપણું તે આતમ ઠાણે, જાણ્યું તુમચી વાણે રે; ધ્યાન વિજ્ઞાણે શક્તિ પ્રમાણે, નિજ ધ્રુવપદ પહિચાણે રે.વી આલંબન સાઘન જે ત્યાગે, પર પરિણતિને ભાગે રે; અક્ષય દર્શન જ્ઞાન વૈરાગે, આનંદઘન પ્રભુ જાગે રે.વી.૭
(પંથડો નિહાળું રે બીજા જિનતણો રે–એ દેશી) ચરમ જિણેસર વિગત સ્વરૂપનું રે, ભાવું કેમ સ્વરૂપ ? સાકારી વિણ ધ્યાન ન સંભવે રે, એ અવિકાર અરૂપ.ચ૦૧ આપ સ્વરૂપે આતમમાં રમે રે, તેહના ઘુર બે ભેદ; અસંખ્ય ઉક્કોસે સાકારી પદે રે, નિરાકારી નિરભેદ.ચ૦૨ સુખમનામ કરમ નિરાકાર જે રે, તેહ ભેદે નહિ અંત; નિરાકાર જે નિરગતિ કર્મથી રે, તેહ અભેદ અનંત.ચ૦૩ રૂપ નહીં કંઈયેં બંઘન ઘટ્યું રે, બંઘ ન મોક્ષ ન કોય; બંઘ મોક્ષ વિણ સાદિ અનંતનું રે, ભંગ સંગ કેમ હોય ?ચ૦૪ દ્રવ્ય વિના તેમ સત્તા નવિ લહે રે, સત્તા વિણ શો રૂપ; રૂપ વિના કેમ સિદ્ધ અનંતતા રે, ભાવું અકલ સ્વરૂપ.ચ૦૫ આતમતા પરિણતિ જે પરિણમ્યા રે, તે મુજ ભેદભેદ; તદાકાર વિણ મારા રૂપનું રે, ધ્યાવું વિધિપ્રતિષેધ.ચ૦૬ અંતિમ ભવગ્રહણે તુજ ભાવનું રે, ભાવશું શુદ્ધ સ્વરૂપ; તઈયે આનંદઘન પદ પામશું રે, આતમરૂપ અનુપ.ચ૦૭
(૩) વીર જિનેશ્વર પરમેશ્વર જયો, જગ જીવન જિન ભૂ૫; અનુભવ મિત્તે રે ચિત્તે હિત કરી, દાખ્યું તાસ સ્વરૂપ.વી૦૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org