________________
૧૮૨
નિત્યક્રમ પંક કલંક શંકા નહીં, નહિ ખેદાદિક દુઃખ દોષ રે, ત્રિવિઘ અવંચક જોગથી, લહે અધ્યાતમ સુખ પોષ રે....૦૨ દુરંદશા દૂરે ટળે, ભજે મુદિતા મૈત્રી ભાવ રે; વરતે નિત્ય ચિત્ત મધ્યસ્થતા, કરુણામય શુદ્ધ સ્વભાવ રે....૦૩ નિજ સ્વભાવ સ્થિર કરી ઘરે, ન કરે પુદ્ગલની ખેંચ રે; સાખી હુઈ વરતે સદા, ન કદી પરભાવ પ્રપંચ રે....૦૪ સહજદશા નિશ્ચય જગે, ઉત્તમ અનુભવ રસ રંગ રે; રાએ નહીં પરભાવશું, નિજભાવશું રંગ અભંગ રે....૦૫ નિજગુણ સબ નિજેમાં લખે, ન ચખે પરગુણની રેખ રે; ખીર નીર વિવરો કરે; એ અનુભવ હંસશું પેખ રે....૦૬ નિર્વિકલ્પ ધ્યેય અનુભવે, અનુભવ અનુભવની પ્રીત રે; ઓર ન કબહું લખી શકે, આનંદઘન પ્રીત પ્રતીત રે. પ્ર૦૭
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન
| (કડખાની દેશી) સહજ ગુણ આગરો, સ્વામી સુખ સાગરો,
જ્ઞાન વયરાગરો પ્રભુ સવાયો; શુદ્ધતા, એકતા, તીક્ષ્ણતા ભાવથી,
મોહરિપુ જીતી જય પડહ વાયો. સ. ૧ વસ્તુ નિજ ભાવ, અવિભાસ નિકલંકતા,
પરિણતિ વૃત્તિતા કરી અભેદે; ભાવ તાદામ્યતા શક્તિ ઉલ્લાસથી,
સંતતિ યોગને તું ઉચ્છેદ. સ. ૨ ૧. વયરાગરોવજાકર જ્ઞાનરૂપ વજ રત્નની ખાણ, ખજાનો કેવલજ્ઞાન નિદાન.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org