SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ ૧૭૯ શ્રી મોહનવિજયજીકૃત સ્તવન (દક્ષિણ દોહિલો હો રાજ એ દેશી) કાં રથ વાળો હો રાજ, સામું નિહાળો હો રાજ, પ્રીત સંભાળો રે વાઘ યદુકુળ સેહરા; જીવન મીઠા હો રાજ, મત હોજો ઘીઠા હો રાજ, દીઠા અળજે રે વહાલા નિવહો નેહરા. ૧ નવભવ ભજ્જા હો રાજ, તિહાં શી લજ્જા હો રાજ ? તત ભજ્જા રે કાંસે રણકા વાજીઓ; શિવા દેવી જાયા હો રાજ, માની લ્યો માયા હો રાજ, કિમહીક પાયા રે વહાલા મધુકર રાજીઆ. ૨ સુણી હરણીનો હો રાજ, વચન કામિનીનો હો રાજ, સહી તો બીહનો રે વહાલો આઘો આવતાં; કુરંગ કહાણા હો રાજ, ચૂક ન ટાણા હો રાજ, જાણો વહાલા રે દેખી વર્ગવિરંગતા. ૩ વિણ ગુન્હ અટકી હો રાજ, છાંડો મા છટકી હો રાજ, કટકી ન કીજે હો વહાલા કીડી ઉપરે; રોષ નિવારો હો રાજ, મહેલે પધારો હો રાજ, કાંઈ વિચારો વહાલા ડાબું જીમણું. ૪ એ શી હાંસી હો રાજ, હોય વિખાસી હો રાજ, જુઓ વિમાસી રે અતિશે રોષ ન કીજીએ; આ ચિત્રશાળી હો રાજ, સેજ સુંવાળી હો રાજ, વાત હેતાળી રે વહાલા મહારસ પીજીએ. પ મુક્ત વહિતા હો રાજ, સામાન્ય વનિતા હો રાજ, તજી પરિણીતા રે વહાલા કાં તમે આદરો ? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy