________________
નિત્યક્રમ સેવાને પ્રતિકૂળ જે, તે બંઘન નથ્થુ ત્યાગ, દેહેંદ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ.
તુજ વિયોગ સ્ફુરતો નથી, વચન નયન યમ નાહીં, નહિ ઉદાસ અનભક્તથી, તેમ ગૃહાદિક માંહીં. ૧૧ અહંભાવથી રહિત નહિ, સ્વધર્મ સંચય નાહીં, નર્થી નિવૃત્તિ નિર્મળપણે, અન્ય ઘર્મની કાંઈ. ૧૨ એમ અનંત પ્રકારથી, સાઘન રહિત હુંય, નહીં એક સદ્ગુણ પણ, મુખ બતાવું શુંય ? ૧૩ કેવળ કરુણા-મૂર્તિ છો, દીનબંધુ દર્દોનનાથ, પાપી પરમ અનાથ છું, ગ્રહો પ્રભુજી હાથ. ૧૪ અનંત કાળર્થી આથડ્યો, વિના ભાન ભગવાન, સેવ્યા નહિ ગુરુ સંતને, મૂક્યું નહિ અભિમાન. ૧૫ સંત ચરણ આશ્રય વિના, સાઘન કર્યાં અનેક, પાર ન તેથી પામિયો, ઊગ્યો ન અંશ વિવેક. ૧૬ સહુ સાઘન બંધન થયાં, રહ્યો ન કોઈ ઉપાય, સાઘન સમજ્યો નહીં, ત્યાં બંઘન શું જાય ? ૧૭ પ્રભુ પ્રભુ લય લાગી નહીં, પડ્યો ન સદ્ગુરુ પાય, દીઠા નહિ નિજ દોષ તો, તોઁએ કોણ ઉપાય ? ૧૮ અઘમાઘમ અઘિકો પતિત, સકલ જગતમાં હુંય, એ નિશ્ચય આવ્યા વિના, સાઘન કરશે શુંય ? ૧૯ પાઁ પર્ચો તુજ પદપંકજે, ફરી ફોં માગું એ જ, સદ્ગુરુ સંત સ્વરૂપ તુજ, એ દૃઢતા કરી દે જ.
૨૦
–શ્રીમદ્ રાજચંદ્ર
Jain Education International
૧૦
For Personal & Private Use Only
www.jainelibrary.org