________________
૧૫૪
નિત્યક્રમ આગમ આગમઘરને હાથે, નાવે કિણવિઘ કે, કિહાં કણે જો હઠ કરી હટકું તો, વ્યાલતણી પરે વાંકું હો. કું૦૪ જો ઠગ કહું તો ઠગતું ન દેખું, શાહુકાર પણ નાંહી; સર્વમાંહી ને સહુથી અલગું, એ અચરિજ મનમાંહી હો. કું૦૫ જે જે કહું તે કાન ન ઘારે, આપ મતે રહે કાલો; સુરનર પંડિતજન સમજાવે, સમજે ન માહરો સાલો હો. કું-૬ મેં જાણ્યું એ લિંગ નપુંસક, સકલ મરદને ઠેલે; બીજી વાતે સમર્થ છે નર, એહને કોઈ ન ઝેલે હો. કું૦૭ મન સાધ્યું તેણે સઘળું સાધ્યું, એહ વાત નહિ ખોટી; એમ કહે સાધ્યું તે નવિ માનું, એ કહી વાત છે મોટી હો. કુ. ૮ મનડું દુરારાધ્ય તે વશ આપ્યું, આગમથી મતિ આણું; આનંદઘન પ્રભુ મારું આણો, તો સાચું કરી જાણે હો. કું૦૯
શ્રી દેવચંદ્રજીકૃત સ્તવન સમવસરણ બેસી કરી રે, બારહ પરિષદૂમાંહે, વસ્તુસ્વરૂપ પ્રકાશતા રે, કરુણાકર જગનાહો રે;
કુંથુ જિનેસ રે. નિર્મલ તુજ મુખ વાણી રે, જે શ્રવણે સુણે રે,
તેહિ જ ગુણમણિ ખાણી રે. કું૦૧ ગુણ પર્યાય અનંતતા રે, વળી સ્વભાવ અગાહ; નય ગમ ભંગ નિક્ષેપના રે, હેયાય પ્રવાહો રે. કું૦૨ કુંથુનાથ પ્રભુ દેશના રે, સાઘન સાઘક સિદ્ધિ
ગૌણ મુખ્યતા વચનમાં રે, જ્ઞાન તે સકલ સમૃદ્ધિ રે. કે ૩ ૧. કુમતિ સ્ત્રીનો ભાઈ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org