________________
૧.
૨.
નિત્યક્રમ
અવશ્ય કર્મનો ભોગ છે, ભોગવવો અવશેષ રે, તેથી દેહ એક જ ઘારીને, જાણું સ્વરૂપ સ્વદેશ રે.
Jain Education International
ધન્ય૦૮
For Personal & Private Use Only
-
(૬)*
જડ ને ચૈતન્ય બન્ને દ્રવ્યનો સ્વભાવ ભિન્ન, સુપ્રતીતપણે બન્ને જેને સમજાય છે, સ્વરૂપ ચેતન નિજ, જડ છે સંબંઘ માત્ર, અથવા તે જ્ઞેય પણ પદ્રવ્યમાંય છે. એવો અનુભવનો પ્રકાશ ઉલ્લાસિત થયો,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા એવા, નિગ્રંથનો પંથ ભવ-અંતનો ઉપાય છે. દેહ જીવ એકરૂપે ભાસે છે અજ્ઞાન વડે,
ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રોગ, શોક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે, એવો જે અનાદિ એકરૂપનો મિથ્યાત્વભાવ, જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે, ભાસે જડ ચૈતન્યનો પ્રગટ સ્વભાવ ભિન્ન, બન્ને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
૫
શ્રીમદ્ રાજચંદ્ર
–શ્રીમદ્ રાજચંદ્ર
www.jainelibrary.org