________________
૧૩૩
નિત્યક્રમ દેવ ઘણા મેં દેખિયા રે, જિ. આડંબર પટરાય, દિવ્ય નિગમ નહિ પણ સોડથી રે, જિ. આઘા પસારે પાય. દિ. ૬ સેવકને જો નિવાજીએ રે, જિ. તો તિહાં સ્થાને જાય, દિવ્ય નિપટ નીરાગી હોવતાં રે, જિ. સ્વામીપણું કિમ થાય. દિ. ૭ મેં તો તુમને આદર્યો રે, જિ. ભાવે તું જાણ મ જાણ; દિવ્ય રૂપવિજય કવિરાયનો રે, જિ. મોહન વચન પ્રમાણ. દિ. ૮
(૧૨) શ્રી વાસુપૂજ્ય સ્વામી
શ્રી આનંદઘનજીકૃત સ્તવન
તંગિયાગિરિ શિખરે સોહે એ દેશી) વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી, ઘનનામી પરનામી રે; નિરાકાર સાકાર સચેતન, કરમ કરમ ફલ કામી રે.વા૦૧ નિરાકાર અભેદ સંગ્રાહક, ભેદ ગ્રાહક સાકારો રે; દર્શન જ્ઞાન દુભેદ ચેતના, વસ્તુગ્રહણ વ્યાપારો રે.વા.૨ કર્તા પરિણામી પરિણામો, કર્મ જે જીવે કરિયે રે, એક અનેક રૂપ નય વાદે, નિયતે નર અનુસરિયે રે.વા૦૩ દુઃખસુખ રૂપ કરમ ફલ જાણો, નિશ્ચય એક આનંદો રે; ચેતનતા પરિણામ ન ચૂકે, ચેતન કહે જિનચંદો રે.વા૦૪ પરિણામી ચેતન પરિણામો, જ્ઞાન કરમ ફળ ભાવી રે, જ્ઞાન કરમ ફળ ચેતન કહીએ, લેજો તેહ મનાવી રે.વા૦૫ આતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તો દ્રવ્યલિંગી રે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદઘન મતિ સંગી રે.વા.૦૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org