SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ નિત્યક્રમ અવ૨ કોઈ જાચું નહીં, વિણ સ્વામી સુરંગા; ચાતક જેમ જલઘર વિના, નવિ સેવે ગંગા, વારી૦૨ ૧૦૧ એ ગુણ પ્રભુ કિમ વીસરે, સુણી અન્ય પ્રશંસા; છિલ્લર કિણવિથ તિ ઘરે, માનસરના હંસા. વારી૦૩ શિવ એક ચંદ્રકળા થકી, લહી ઈશ્વરતાઈ; અનંત કળાઘર મેં ઘર્યો, મુજ અધિક પુણ્યાઈ. વારી૦૪ તું ઘન, તું મન, તન તુંહી, સસનેહા સ્વામી; મોહન કહે કવિ રૂપનો, જિન અંતરજામી. વારી૦ ૫ (૩) શ્રી સંભવનાથ સ્વામી શ્રી આનંદઘનજીકૃત સ્તવન (રાગ સામગ્રી–રાતડી રમીને કિહાંથી આવિયા રે—એ દેશી) સંભવદેવ તે થુર સેવો સવે રે, લહી પ્રભુસેવન ભેદ; સેવન કારણ પહેલી ભૂમિકા રે, અભય અદ્વેષ અખેદ.સં૦૧ ભય ચંચલતા હો જે પરિણામની રે, દ્વેષ અરોચક ભાવ; ૨ ખેદ પ્રવૃત્તિ હો કરતાં થાકયે રે, દોષ અબોઘ લખાવ.સં૦૨ ચરમાવર્ત હો ચરમકરણ તથારે,ભવપરિણતિ પરિપાક; દોષ ટળે વળી સૃષ્ટિ ખૂલે ભલી રે, પ્રાપ્તિ પ્રવચન-વાક.સં૦૩ પરિચય પાતિક-ઘાતિક સાઘુશુંરે,અકુશળ અપચય ચેત ગ્રંથ અઘ્યાતમ શ્રવણ મનન કરી રે, પરિશીલન નયહેત.સં૦૪ કારણજોગે હો કારજ નીપજે રે. એમાં કોઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સાથિયે રે, એ નિજ મત ઉન્માદ,સં૦૫ ૧. છેલ્લું પુદ્ગલ પરાવર્તન. ૨. અનિવૃત્તિકરણ. ૩. પાપસંહારક. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005408
Book TitleNityakram
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year1993
Total Pages312
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy