________________
૪૪
૫ સંયમના
યોગપ્રવર્તના,
હેતુથી સ્વરૂપલક્ષે જિનઆજ્ઞા આધીન જો; તે પણ ક્ષણક્ષણ ઘટતી જાતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો. અ
૬ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જો; દ્રવ્ય, ક્ષેત્ર ને કાળ, ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાર્થીન પણ વીંતલોભ જો. અ ૭ ક્રોધ પ્રત્યે તો વર્તે ક્રોધસ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જો; માયા પ્રત્યે માયા સાક્ષીભાવની, લોભ પ્રત્યે નહીં લોભ સમાન જો. અ
૮ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહિ, વંદે ચક્રી તથાપિ ન મળે માન જો; દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લોભ નહીં છો પ્રબળ સિદ્ધિનિદાન જો. અ
૯ નગ્નભાવ, મુંડભાવ સહ અસ્નાનતા, અનંતઘોવન આદિ પરમ પ્રસિદ્ધ જો;
Jain Education International For Personal & Private Use Only
www.jainelibrary.org