________________
૨૪
(શાર્દૂલવિક્રીડિત) દેખી આંગળી આપ એક અડવી, વૈરાગ્યવેગે ગયા, છાંડી રાજસમાજને ભરતજી, કૈવલ્યજ્ઞાની થયા; ચોથું ચિત્ર પવિત્ર એ જ ચરિતે, પા... અહીં પૂર્ણતા, જ્ઞાનીનાં મન તેહ રંજન કરો, વૈરાગ્યભાવે યથા.
અશુચિ ભાવના
(ગીતિ વૃત્ત) ખાણ મૂત્ર ને મળની, રોગ જરાનું નિવાસનું ઘામ; કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.
નિવૃત્તિ બોઘ
(નારાચ છંદ) અનંત સૌખ્ય નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા ! અનંત દુઃખ નામ સૌખ્ય પ્રેમ ત્યાં, વિચિત્રતા!! ઉઘાડ ન્યાય-નેત્ર ને નિહાળી રે ! નિહાળ તું; નિવૃત્તિ શીઘ્રમેવ ઘારી તે પ્રવૃત્તિ બાળ તું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org