SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને, આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને; મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને, દીઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને; અહો ! રાજચંદ્ર માનો માનો શંકરાઈ મળી, વધે તૃષનાઈ તોય જાય ન મરાઈને. ૧ કરોળી પડી દાઢી ડાચાંતણો દાટ વળ્યો, - કાળી કેશપટી વિષે શ્વેતતા છવાઈ ગઈ; સુંઘવું, સાંભળવું, ને દેખવું તે માંડી વાળ્યું, તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ; વળી કેડ વાંકી, હાડ ગયાં, અંગરંગ ગયો, ઊઠવાની આય જતાં લાકડી લેવાઈ ગઈ; અરે ! રાજચંદ્ર એમ યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ, મમતા મરાઈ ગઈ. ૨ કરોડોના કરજના, શિર પર ડંકા વાગે, રોગથી રૂંઘાઈ ગયું, શરીર સુકાઈને; Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005404
Book TitleRajpad
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2000
Total Pages98
LanguageGujarati
ClassificationBook_Gujarati & Rajchandra
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy