________________
(૩) પ્રભુ પ્રાર્થના
(દોહરા) જળહળ જ્યોતિ સ્વરૂપ તું, કેવળ કૃપાનિધાન; પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભયભંજન ભગવાન. ૧ નિત્ય નિરંજન નિત્ય છો, ગંજન ગંજ ગુમાન;
અભિનંદન અભિનંદના, ભયભંજન ભગવાન. ૨ ઘર્મધરણ તારણ તરણ, શરણ ચરણ સન્માન; વિધ્રહરણ પાવનકરણ, ભયભંજન ભગવાન. ૩ ભદ્ર-ભરણ ભીતિહરણ, સુધાઝરણ શુભવાન; ક્લેશહરણ ચિંતાચૂરણ, ભયભંજન ભગવાન. ૪ અવિનાશી અરિહંત તું, એક અખંડ અમાન; અજર અમર અણજન્મ તું, ભયભંજન ભગવાન. પ આનંદી અપવગઈ તું, અકળ ગતિ અનુમાન; આશિષ અનુકૂળ આપજે, ભયભંજન ભગવાન. ૬ નિરાકાર નિર્લેપ છો, નિર્મળ નીતિ-નિધાન; નિર્મોહક નારાયણા, ભયભંજન ભગવાન. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org