________________
૫૪
રાણકપુરની પંચતીથી ૪૪ અને ધાતુની ૧૧ મૂતિઓ છે. શ્રી મહાવીરસ્વામી ભગનની પેઢી એને વહીવટ કરે છે.
૮. રાજાવતાના વાસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર સં. ૧૯૬૩માં શ્રી સંઘે બંધાવ્યું છે. આમાં પાષાણની ૮ અને ધાતુની ૯ મૂર્તિઓ છે. શ્રી મહાવીરસ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે.
૯. ગુરાંસાના ઉપાશ્રયમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનનું ઘૂમટબંધી મંદિર શ્રીસંઘે બંધાવ્યું છે. તેમાં પાષાણની મૂર્તિએ છે. શ્રી મહાવીર સ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે.
૧૦. તપાગચ્છના ઉપાશ્રયમાં શ્રીદાદા પાર્શ્વનાથ ભગવાનનું મંદિર સં. ૧૯૮૧માં શ્રીસંઘે બંધાવ્યું છે. એમાં પાષાણની ૩ અને ધાતુની ૩ મૂર્તિઓ છે. શ્રીમહાવીરસવામી ભગવાનની પેઢી વહીવટ કરે છે.
૧૧. સાલરિયાળમાં શ્રી આદિનાથ ભગવાનનું ધાબાબંધી મંદિર શ્રીચંદનમલજી વજેચંદજીએ બંધાવ્યું છે. આમાં પાષાણની ૧ અને ધાતુની ૧ મૂર્તિ છે. શ્રીમહાવીરસ્વામી ભગવાનની પેઢી વહીવટ કરે છે.
મૂછાળા મહાવીર
ઘાણેરાવથી ૩ માઈલ દૂર દક્ષિણ-પૂર્વ દિશામાં શુષ્ક નદી કિનારાથી દૂર ગીચ ઝાડી અને નાની નાની પહાડીઓની એકાંત ખીણમાં આવેલા ચોગાનમાં શ્રી મહાવીર ભગવાનનું ચોવીસ જિનાલયવાળું પ્રાચીન ભવ્ય મંદિર ઊભું છે. “જગલમાં મંગલની કહેવતને ચરિતાર્થ કરતું હોય એમ કુદરતના
national
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org