________________
૩૦
રાણકપુરની પંચતીથી
લેખ છે. આ દેરાસરને પણ ચાર દરવાજા છે.
મૂળનાયક ભગવાનના મંદિરના શિખરમાં ચારે બાજુએ પૂતળીઓ અને વચમાં કાઉસગિયા, ભૈરવજી, અંબાદેવી વગેરેનાં સ્વરૂપે દર્શાવ્યાં છે. શિખર ૧૦૧ ફૂટ ઊંચું છે.
ઉપરના માળે અને ઘૂમટમાં ફરતાં નીચે ઊતરવાને માર્ગ શોધ પડે એવી માળની રચના કરેલી છે.
આ રીતે માળની રચના, થાંભલાની બેઠવણી, બહારથી નજરે પડતી વાંકીચૂકી જમીન ઉપરની દેરીઓની એકસરખી રચના-આ બધું શિલ્પીની અસાધારણ કળાકુશળતા બતાવી આપે છે. મંદિરનું સ્થાપત્ય જ એવા પ્રકારનું છે કે, જ્યાં જુઓ ત્યાં એકસરખી દેરીઓ, દેરાસર, થાંભલા, ઘૂમટો અને મૂતિઓને જોઈને ભુલાવામાં પડી જવાય.
આવા કળામય મંદિરની સમગ્ર રચના પાછળ દાનવીર અને કળાવીરના મુક્ત હસ્તનું અનુપમ અર્પણ નજરે ચડે છે અને આ મંદિર કરતાંયે તેમની ભાવનાનું વિરાટ દર્શન કરાવે છે. બંનેની અમાપ ભકિત, શક્તિ અને ઔદાર્ય ભાવનાથી સર્જાયેલી ત્રિવેણીમાં આપણે એક વાર તે એવા લીન બની - જઈએ કે એના વર્ણન માટે વાચા જ ન કુરે.
સમર્થ શિલ્પમીમાંસક સર ફરગ્યુસન પિતાની બે સાચું કહે છે કે
આ દેવાલયનું ભેંયતળિયું ઊંચું હોવાને લીધે તથા મુખ્ય ઘૂમટેની વધારે ઊંચાઈને લીધે એક મહાન જૈન
૧૨. પરિશિષ્ટ બીજું લેખાંક: ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org