SearchBrowseAboutContactDonate
Page Preview
Page 46
Loading...
Download File
Download File
Page Text
________________ રાણકપુરની પચતીથી લને પરિચય કરાવ્યા છે. આવી માન–સામંજસ્યમાં અજોડ કૃતિઓ ભાગ્યે જ બીજેથી જડી આવે. કહેવાય છે કે, આ શિલા બીજેથી લાવવામાં આવી છે. તેના ઉપર સં. ૧૯૦૩ ને લેખ છે, આ શિલા ત્રણ સ્થળેથી ભાંગેલી છે, જેને પાછકળથી ચૂનાથી સાંધી દીધી છે. કહેવાય છે કે, આ મંદિરમાં અગાઉ ૮૪ બેંયરાં હતાં. લગભગ ૧૮ મા સૈકાના શ્રી જ્ઞાનવિમલસૂરિના કથન મુજબ તેમાં ૯ ભેંયરાં વિદ્યમાન હતાં. આજે પણ ૯ ભેંયરાં મેજુદ છે. ધરણશાહે અગમચેતી વાપરીને એ ભેંયરાઓમાં મૂર્તિઓ અને દ્રવ્ય ભરી રાખ્યું હતું. મુસ્લિમ કાળમાં આ મંદિરની મૂર્તિઓ નાશ પામી ત્યારે ભંડારેલી મૂર્તિઓની સ્થાપના કરવામાં આવી હતી. સં. ૨૦૦૯ ની સાલમાં પ્રતિષ્ઠા થઈ ત્યારે ત્રણે મંદિરના ભેંયરાઓમાં જે અખંડિત મૂર્તિઓ હતી તે બધીને ધરણવિહારના પશ્ચિમ દ્વારમાં પિસતાં જમણું અને ડાબા હાથ તરફના ભેંયરામાં લાવી ક્રમસર ગોઠવી મૂકી છે, તે બધી મૂર્તિઓના લેખે તપાસતાં તે ૧૫મા સૈકાથી લઈને ૧૮મા સિકા સુધીના મારા વાંચવામાં આવ્યા છે. સં. ૧૪૯૬ પહેલાંને કઈ શિલાલેખ કે મૂર્તાિલેખ મારા જેવામાં આવ્યું નથી. મોટી ૪ મૂર્તિઓ, ૪ મેટા કાઉસગિયા છે, જે ૨૮ ઈંચ ઊંચા અને મને હર છે અને સં. ૧૫૫૧ ના મહા વદિ ૨ ના દિવસે માંડવગઢવાસી સંગ્રામ સોનીએ ભરાવ્યા છે, તેની અંજનશલાકા શ્રી ઉદયસાગરસૂરિએ કરી છે. બીજી કેટલીક નાની પ્રતિમાઓ પણ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy