________________
| દેવવિમાન જેવું મંદિર
દેવવિમાનની ઉપમા આ મંદિર માટે સાર્થક છે. સફેદ સંગેમરમરનું આ ભવ્ય મંદિર પહાડોની વચ્ચે કેાઈ શાંત સરોવરમાં વિકસિત સહસ્ત્રદલ શ્વેત પદ્મની માફક શાભે છે. મંદિરની પાસે નાની નદી મંદિરની દિવ્યતાનું ગુણગાન કરતી વહી રહી છે.
શૈલેશ્વદીપક નામનું આ મંદિર મધ્યકાલીન ગુજરાત તથા રાજસ્થાની સ્થાપત્યકળાના એક અનોખો નમૂનો છે. આ દેવાલય ઉપર પણ આબુનાં મંદિરના પ્રભાવ સ્પષ્ટરૂપે દેખાય છે. નકશી અને મૂર્તિવિધાનમાં આબુના મંદિરની સ્પર્ધા આ મંદિર ન કરી શકે, પરંતુ સ્થાપત્ય અને રચનાની દૃષ્ટિએ તો આ ત્રાકદી૫ક ખરેખર પોતાના નામ અનુસાર ત્રણે લોકને આલોકિત કરી દેનારા દીપક જેવું જ છે. મંદિરને ત્રણ મજલા છે. એમાં ૨૪ રંગમંડપ, ૮૫ શિખર અને ૧૪૪૪ સુંદર સ્તભ છે. | મેવાડના જૈનપારવાડ મંત્રી ધરણાશાહે કરાડે રૂપિયા લગાવીને આ મંદિરને ખૂબ પ્રેમથી બંધાવ્યું હતું. એવી દંતકથા છે કે, શેઠ ધરણાશાહે પોતાના સ્વપ્નમાં ‘નલિનીગુહેમ' નામક દેવવિમાનને જોયું અને તે પછી પોતાના શિ૯પીઓને બોલાવીને એવું જ દેવવિમાન જેવું આ મંદિર બંધાવ્યું.
–શ્રી દિલીપ કોઠારી