________________
ચાર જૈન તીર્થો ગુજરાતના પ્રખર પ્રતાપની ધાક ભારતભરના રાજવીઓ ઉપર બેસાડી હતી. રાજકારણમાં તેમની જેવી નામના હતી તેવી ધર્મમાં ઉજજવળ ખ્યાતિ હતી.
તેમણે ધોળકામાં “શત્રુજયાવતાર' નામનું શ્રી આદીશ્વર ભગવાનનું એક ભવ્ય મંદિર, ચારે બાજુએ ભમતીમાં ચિવશ દેરીઓ યુક્ત કરાવ્યું હતું. તેમાં રત્નમય મોટાં બિંબ પધરાવ્યાં હતાં.'
શ્રી. તેજપાલ મંત્રીએ તેના જેવું જ એક વિશાળ અને અદ્ભુત એવું “ઉજજયંતાવતાર' નામક ચૈત્ય ધોળકામાં બંધાવ્યું હતું.
મંત્રીશ્વર વસ્તુપાલના સમયમાં વેણુકૃપાણઅમર' નામે ખ્યાતિ પામેલા શ્રીઅમરચંદ્રસૂરિએ ધોળકામાં આવીને રાજદરબારમાં પ્રતિભાસંપન્ન કવિ તરીકેની કીર્તિ સંપાદન કરી હતી.
શ્રીમુનિસુંદરકત “ગુર્વાવણી'માં– “શ્રીમટ્ટિર્ધવનગર' (લેક ૧૯૭) એ ઉલ્લેખ કર્યો છે એ ઉપરથી મંત્રી પેથડે ચૌદમા સૈકામાં ધોળકામાં શ્રીમલ્લિનાથનું જિનમંદિરકરાવ્યું હતું.
એ જ સૈકામાં થયેલા વિનયપ્રભ ઉપાધ્યાયે રચેલી તીર્થમા'માં અહીંના મંદિરોને આ પ્રમાણે ઉલ્લેખ કર્યો છે?
ધવલકઈ પાસુ કલિકુંડ જિહાવસહીય પાસવરે.૩ ૧. “વસ્તુપાલચરિત-શ્રીજિનહર્ષગણિકૃત, પ્રસ્તાવ ૩, શ્લોક, પ૬ ૨. એજન, પ્રસ્તાવઃ ૩, લોક: ૧ થી ૩. “શ્રી જૈન સત્ય પ્રકાશ વર્ષ : ૧૭, અંક: ૧.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org