________________
ધોળકા
આગળ જણાવીશું. આથી એમ માનવામાં બાધ નથી કે, લવણપ્રસાદે ળકા વસાવ્યું નથી પરંતુ તેના પિતા આનાકે અથવા તેના પિતા ધવલે સ્વયં ધૂળકા વસાવ્યું હોય અને. લવણુપ્રસાદે એને રાજધાનીને ગ્ય બનાવ્યું હોય.
ધોળકા વિશે જે પ્રાચીન ઉલલેખ મળી આવે છે, તેમાંના કેટલાક અહીં નેંધીએ છીએ.
નવાંગીવૃત્તિકાર શ્રીઅભયદેવસૂરિજી, જેમણે વિ. સં. ૧૧૨૦થી ૧૧૨૮ સુધીમાં નવ અંગે પર ટીકાઓની રચના. કરી હતી, તેઓ ળકામાં પધાર્યા હતા.
વિ. સં. ૧૧૩૨માં ખરતરગચ્છના વિદ્વાન પટ્ટધરાચાર્ય શ્રીજિનદત્તસૂરિજીને જન્મ ધોળકામાં થયો હતે.
સં. ૧૧૪૩થી ૧૨૨૬ માં વિદ્યમાન વાદી શ્રીદેવસૂરિ એ બંધ નામના શિવાત વાદીને અહીં ધૂળકામાં પરાજય કર્યો હતે. ૩
એમના જ સમયમાં ઉદયન મંત્રીશ્વરના પુત્ર મંત્રી વાડ્મટે છેળકામાં “ઉદયનવિહાર' નામે વિશાળ ચૈત્ય બંધાવ્યું હતું, જેમાં વાદી શ્રીદેવસૂરિજીએ સીમંધરસ્વામીની પ્રતિષ્ઠા કરી હતી. શ્રીજિનપ્રભસૂરિના સમયમાં એટલે ૧૪માં
૧. “જૈન તીર્થ સર્વસંગ્રહ' પ્રકા. શેઠ આણંદજી કલ્યાણજી, અમદાવાદ, પૃ. ૯૪
૨. “પ્રભાવક ચરિત'– અભયદેવસૂરિ પ્રબંધ', પ્રકા સિંઘી જૈન ગ્રંથમાળા, પૃ. ૨૮
૩. “પ્રભાવક ચરિત'–વાદિદેવસૂરિ પ્રબંધી, લો. ૩૯
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org