________________
ચાર જૈન તીર્થો જૈનમંદિર માતર ગામમાં સાચા દેવ શ્રીસુમતિનાથ ભગવાનનું વિશાળ મંદિર ગામના મધ્ય ભાગમાં અને લોકોના ઘરે વચ્ચે ઘેરાયેલું વિદ્યમાન છે. એ મંદિરનું પૂરેપૂરું નામ “શ્રીમાતર-સુમતિનાથ પ્રાસાદ અને પેઢીનું નામ “શ્રીસાચાદેવ કારખાના–માતર’ છે. લગભગ બારેક શ્રેષ્ઠીઓની બનેલી એક સમિતિ આ તીર્થને વહીવટ કરે છે.
ધર્મશાળા અને ભેજનશાળા દેરાસરની સામે જ એક આલીશાન ધર્મશાળા છે. તેમાં ઘણું ઓરડીઓ છે. વપરાશ માટે વાસણ–ગોદડાંની પૂરતી સામગ્રી મળે છે.
ગામની બહાર બીજી એક ધર્મશાળા છે પણ તે વપરાતી નથી. તેને ભાડે આપવામાં આવેલી છે.
ધર્મશાળામાં જ સં. ૨૦૦૬ની સાલમાં શ્રીમાતરજૈન ભેજનશાળામાતરના જેન શ્રાવકોના નામથી મહેનત કરીને ખેલવામાં આવી છે. આથી યાત્રાળુઓને કઈ પ્રકારની તકલીફ પડતી નથી. દેરાસરની ખડકીમાં સાધ્વીજીએ માટેને એક ઉપાશ્રય છે. મંદિરની રચના અને પ્રતિમાઓની વિગત
મૂળનાયક શ્રીસુમતિનાથ ભગવાનનું શિખરબંધી મંદિર બાવન જિનાલયવાળું છે. મૂળ મંદિરની આસપાસ મેટાં શિખરે યુક્ત એકાવન દેરીઓની રચના છે. આ દેરીઓમાં જુદા જુદા તીર્થંકરેની અને અધિષ્ઠાયક દેવ-દેવીઓની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org