SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ માતર ૧૪ આશ્ચર્યની વાત તે એ છે કે, જે દિવસે આ મૂર્તિને વણકર ઘેર લાવ્યું તે જ દિવસે પચાસ વર્ષની ઉંમરે એને ઘેર પુત્રને જન્મ થયે, એટલું જ નહિ, ઘરના પાયાને કઈ કારણસર ખોદતાં ડી માલમિલકત પણ હાથ લાગી અને દિવસે દિવસે એની કમાણમાં પણ લાભ થતે ગયે. આ હકીકતને પ્રતિમાને પ્રભાવ સમજી એ મૂર્તિ ઉપર વણકરની શ્રદ્ધાને સાત વેગીલે બન્યું. આથી મૂર્તિ મન્યાની વાત એણે બીજે કરી નહિ. પણ રાંકને ત્યાં રતન છુપાવી ન શકાય. એ વાત બીજી રીતે પ્રગટ થઈ ગઈ. માતરના શ્રાવક શા. સાંકળચંદ હીરાચંદને, બડા ગામના વણકરને ત્યાં જિનપ્રતિમા હેવાનું સ્વપ્ન લાધ્યું. એ સ્વપ્ન અનુસાર બરેડા ગામમાં એમણે તપાસ કરી, પણ સહેજે પત્તો લાગ્યો નહિ. એ પછી બીજે દિવસે શા. નગીનદાસ કાળિદાસ અને શા. ચૂનીલાલ ભીખાભાઈને એવું જ સ્વપ્ન આવ્યું. તેમણે શ્રીસંઘને એકઠા કરી પિતાના સ્વપ્નની વાત બધાની સમક્ષ રજૂ કરી. આથી દશ-બાર શ્રાવકે એક ગાડું જોડી બડા ગામ આવવા નીકળ્યા. રસ્તામાં વારસંગ ગામ આવ્યું. વારસંગ અને બરડા વાત્રક નદીના સામસામા કાંઠાનાં ગામે. છે. વારસંગના શા. નાથાલાલ નામના ખૂબ બહેશ શ્રાવક, જેઓ આસપાસના ગામમાં શેઠ–શાહુકાર તરીકે નામીચા ગણાતા, તેમને સાથે લઈને બધા બરેડા ગામ આવ્યા. બરડામાં વણકરના વાસમાં બધા તપાસ કરવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005402
Book TitleChar Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy