________________
માત્ર દેવનાગરી તથા ગુજરાતી લિપિના ક્રમિક વિકાસનાં કાષ્ઠક આપવામાં { આવ્યાં છે. ભારતમાં આલી બીજી અનેક લિપિઓ પ્રચલિત છે. દ્રાવિડ કુલની ( ભાષાઓ માટે પ્રયોજાતી લિપિઓ (તમિળ, તેલુગુ, કાનડી વગેરે) પણ બ્રાહ્મી લિપિનો જ પરિવાર છે.
બ્રાહ્મી લિપિની ઉત્પત્તિને માટે ભિન્નભિન્ન મત પ્રવર્તે છે. હડપ્પીય લિપિની શોધે એની ઉત્પત્તિ ભારતમાં થઈ હોવાના સંભવને સમર્થન આપ્યું છે. પદ્યબદ્ધ લખાણોમાં મોટી સંખ્યાઓ દર્શાવવા માટે શબ્દસંકેતો કે અક્ષરસંકેતો પ્રયોજાતા, તેનો પણ અહીં પરિચય આપવામાં આવ્યો છે.
ભારતીય-મુસ્લિમ અભિલેખવિદ્યા એ ભારતીય અભિલેખવિદ્યાનું એક મહત્ત્વનું અંગ છે. એમાં સુલેખનકલાની વિવિધ શૈલીઓ વિકસી હતી.
અભિલેખોના વાચનમાં પહેલી જરૂર પડે છે એ લેખની લિપિઓની જાણકારીની ને એ પછી એ લેખોની ભાષાઓની જાણકારીની. ભારતીય અભિલેખોમાં પ્રાકૃત–સંસ્કૃત, અરબી-ફારસી, ગુજરાતી-હિંદી-બંગાળી–મરાઠી, તમિળ : તેલુગુ, ફ્રેન્ચ-અંગ્રેજી જેવી અનેક વિવિધ ભાષાઓ પ્રયોજાઈ છે (પ્રકરણ ૭).
અભિલેખો કોતરવા માટે જે વિવિધ પદાર્થ વપરાય છે તેમાં શિલા અને ધાતુ સહુથી વધુ ઉપયોગી નીવડયાં છે (પ્રકરણ ૮).
ગ્રંથલેખનની જેમ અભિલેખન માટે પણ પ્રાચીન કાળમાં કેટલીક પદ્ધતિઓ પ્રચલિત હતી (પ્રકરણ ૯).
ભારતીય અભિલેખોના વિષયના દરબાર મુખ્ય પ્રકાર પડે છે. તેમાં દાનશાસનો, પૂર્તનિર્માણલેખો અને પ્રતિમાલેખે સહુથી વધુ સંખ્યા ધરાવે છે. સિક્કાલે પણ રાજકીય ઇતિહાસના અન્વેષણમાં ઘણા ઉપયોગી નીવડે છે (પ્રકરણ ૧૦).
કાલગણના એ ઇતિહાસની કરોડરજજુ છે ને સમયનિર્દેશ એ અભિલેખનું એક મહત્ત્વનું અંગ છે. આથી ભારતીય અભિલેખવિદ્યા માટે ભારતમાં કયા કયા સંવત પ્રચલિત હતા ને તેના વર્ષ માસ પક્ષ તિથિ વગેરે કેમ ગણાતાં એની જાણ કારી અનિવાર્ય છે. અહીં આ માહિતી પ્રકરણ ૧૧-૧૩ માં આપવામાં આવી છે.
ભારતીય અભિલેખો અનેક ગ્રંથ રોકે તેટલી મોટી સંખ્યા ધરાવે છે. અહીં નમૂના તરીકે કેટલાક મહત્ત્વના પ્રાકૃત તથા સંસ્કૃત અભિલેખોને મૂળ પાઠ તથા ગુજરાતી અનુવાદ આપીને ઈતિહાસ અને સંસ્કૃતિના સાધન તરીકે એનું વિવરણ કરવામાં આવ્યું છે (પ્રકરણ ૧૪–૧૭). એમાં શિલાલેખ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org