________________
ભારતીય અભિલેખવિદ્યા
ખરી રીતે વેબર, ન્યૂલર આદિને આ સમગ્ર મત ભારતીય બ્રાહ્મી લિપિની ઉત્પત્તિ કોઈ વિદેશી લિપિમાંથી થઈ હોવી જોઈએ એ પૃહીત મંતવ્ય પર બંધાયેલો છે. આ મંતવ્ય અનુસાર કેટલાક યુરોપીય વિદ્વાન બ્રાહ્મીની ઉત્પત્તિ મિસરની હિઅરેટિક, આસીરિયાની કીલાક્ષર, ફિનિશિયાની ફિનિશિયન, દક્ષિણ અરબસ્તાનની હિમિઅરિટિક અને સીરિયાની અરમાઈક લિપિમાંથી તારવવા પ્રયત્ન કરેલો ને તેમાં સહુથી વધુ સફળતા ફિનિશિયન લિપિને લગતા મતને મળેલી. પરંતુ પંડિત ગૌરીશંકર ઓઝાએ દર્શાવ્યું છે તેમાં બ્રાહ્મી લિપિના અક્ષરોને તે તે વિદેશી લિપિના સમાન ઉચ્ચારણવાળા અક્ષરો સાથે સરખાવતાં, ખરેખરું સામ્ય ભાગ્યે જ માલૂમ પડે છે. ફિનિશિયન લિપિના અક્ષરે પૈકી પણ માત્ર એક જ અક્ષર “ગિમેલ” એવો છે જે બ્રાહ્મી લિપિના સમાનાર્થ અક્ષર સાથે સામ્ય ધરાવે છે. ફિનિશિયન લિપિમાંથી ગ્રીક ગ્રીકમાંથી જૂની લેટિન અને લેટિનમાંથી રોમન (અંગ્રેજી) અક્ષર ઊતરી આવ્યા છે ને આ સમગ્ર પ્રક્રિયાને કુલ ૨૬ શતકો જેટલો લાંબો સમય લાગ્યો છે, છતાં ફિનિશિયન અને રોમન લિપિઓમાં હજી કેટલાક અક્ષર વર્તા-ઓછું સામ્ય ધરાવે છે; ત્યારે ફિનિશિયન લિપિમાંથી પ્રાચીનકાળમાં બ્રાહ્મી લિપિ ઉભવી હોય, તો એ તે પ્રાચીન લિપિઓના અક્ષરો વચ્ચે કેટલું બધું સામ્ય હોવું જોઈએ ! ખરી રીતે ડે. ન્યૂલરે ફિનિશિયન લિપિના ૨૨ અક્ષરોમાંથી બ્રાહ્મી લિપિના ૨૩ અક્ષર તારવી બતાવ્યા છે, તેમાં ગિમેલ < નો અપવાદ બાદ કરતાં તારવણની તમામ પ્રકિયા કૃત્રિમ અને પ્રયતન–સાધિત છે. એવી રીતે મારીમચેડીને અક્ષરો તારવવા હોય, તો જગતની કોઈ પણ લિપિમાંથી કોઈ પણ બીજી લિપિના અક્ષરો તારવી શકાય. તક્ષશિલાની અરમાઈક લિપિમાંથી તેમ જ વર્તમાન રોમન (અંગ્રેજી) લિપિમાંથી પણ બ્રાહ્મી લિપિના અક્ષર એવી રીતે બે–ત્રણ પરિવર્તન દ્વારા દર્શાવી શકાય તેમ છે એવું પંડિત ઓઝાએ ઉદાહરણ સાથે પ્રતિપાદિત કરી બતાવ્યું છે. ફિનિશિયન અને અરમાઈક એ બંને લિપિઓ ઉત્તર સેમિટિક કુલની હાઈ ફિનિશિયનમાંથી નીકળેલી બ્રાહ્મી અને અરમા‘ઇકમાંથી નીકળેલી ખરોણી લિપિના અક્ષરો વચ્ચે પણ ઘણું સામ્ય હોવું જોઈએ, જ્યારે એ બે પ્રાચીન લિપિઓના અક્ષરો વચ્ચે લેશમાત્ર સામ્ય રહેલું નથી. આમ પં. ગૌરીશંકર ઓઝાએ ડો. ન્યૂલરના મતનું સાંગોપાંગ ખંડન કરીને એ મતની અયથાર્થતા સિદ્ધ કરી છે. ૧૫
ફિનિશિયન લિપિ અને બ્રાહ્મી લિપિ વચ્ચે ઘણું સામ્ય રહેલું હોવાનું સ્વીકારતાં પણ એ પરથી બ્રાહ્મી લિપિની વિદેશી ઉત્પત્તિ સિદ્ધ થાય નહિ,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org