________________
૧૮
ભારતીય અભિલેખવિદ્યા
છંદોની સ ંખ્યા ૧૧ હાવાનુ પણ જણાવ્યું છે. શતપથ બ્રાહ્મણમાં મુખ્ય છંદોની સંખ્યા ૮ આપી છે. વળી તૈત્તિરીય સંહિતા, મૈત્રાયણી સંહિતા, કાઠક સંહિતા અને શતપથ બ્રાહ્મણમાં કેટલાક છ ંદો તથા એનાં ચરણાના અક્ષરાની સંખ્યા પણ ગણાવી છે.૨૧ આ રીતે છ ંદોનાં નામ તથા લક્ષણ ધરાવતુ` છંદઃશાસ્ત્ર વૈદિક કાલમાં વિકસ્યું હોઈ એ પરથી એ સમયે લેખનકલા પ્રચલિત થઈ ચૂકી હાવાનું સ્પષ્ટ થાય છે.૨૨
ઋગ્વેદમાં અષ્ટકણી ' ગાયા અર્થાત્ જેના કણ પર આઠના અંકનું ચિહ્ન અંકિત કરેલું છે તેવી ગાયાના દાનના ઉલ્લેખ છે. ઋગ્વેદસંહિતા, તૈત્તિરીય સંહિતા, વાજસનેયિ સ ંહિતા, અંતરેય બ્રાહ્મણ, તૈત્તિરીય બ્રાહ્મણ વગેરેમાં ૧, ૨, ૩ અને ૪નાં અકચિહ્ન કે।તરેલા પાસાઓ વડે ખેલાતા વ્રતના ઉલ્લેખ આવે છે.૨૩ આ અંકચિહ્નોને ઉલ્લેખ લેખનકલાના જ્ઞાનની પ્રતીતિ કરાવે છે.
'
નિરક્ષર પ્રશ્ન એક, બે, ત્રણ...દસ, વીસું, સકુ વગેરે નાની સંખ્યા ગણી શકે છે, પણ લાખા નૈ કરેાડા જેવી મેટી સંખ્યાઓની ગણતરી કરી શકતી નથી, તેમ જ મેટા ગુણાકાર કરી શકતી નથી, જ્યારે વૈદિક સાહિત્યમાં ઘણી મેાટી સંખ્યાઓની ગણતરી તથા મેટા ગુણાકાર જોવા મળે છે.
યજુર્વેદની વાજસનેય સહિતામાં ગણક( ગણનાર, ગણિત કરનાર)ના ઉલ્લેખ છે. વળી એમાં એક, દશ, શત, સહસ્ર, અયુત, નિયુત, પ્રયુત, અખુ દ, ન્યમુદ, સમુદ્ર, મધ્ય, અંત અને પરા સુધીની સ ંખ્યા ગણાવી છે, તૈત્તિરીય સંહિતામાં પણ આ સંખ્યાએ આપી છે. પંચવિશ બ્રાહ્મણમાં ૧૨, ૨૪, ૪૮, ૯૬...એમ ઉત્તરાત્તર બમણી થતી છેક ૩૯૩૨૧૬ રતી સુધીની દક્ષિણા દર્શાવી છે. શતપથ બ્રાહ્મણમાં જણાવ્યું છે કે ઋગ્વેદમાં ૧૨,૦૦૦ અને યજુર્વેદ તથા સામવેદમાં ૪૦૦૦ + ૪૦૦૦= ૮૦૦૦ બૃહતી છંદના શ્ર્લોકા જેટલા અર્થાત્ અનુક્રમે ૪,૩૨,૦૦૦ અને ૨,૮૮,૦૦૦ અક્ષર છે. ૩૬ અક્ષરના બૃહતીને બદલે ૪૦ અક્ષરના પતિ છ ંદને હિસાબે ગણતાં ૪,૩૨,૦૦૦ અક્ષરામાં પંક્તિ છંદના ૧૦,૮૦૦ લેાક થાય છે. એક વર્ષીમાં ૩૬૦ × ૩૦ = ૧૦,૮૦૦ મુ` હાય છે, તે સંખ્યા પણ તેટલી જ છે. વળી એમાં એક અહેરાત્ર( દિવસ-રાત )ના ૩૦ × ૧૫ × ૧૫ × ૧૫ × ૧૫ = ૧૫,૧૮,૭૫૦ મા ભાગ સુધીના વિભાગ ગણાવ્યા છે. આટલી મેાટી સંખ્યાઓ તથા આટલા મેાટા ગુણાકાર લેખનકલાના જ્ઞાન વિના સંભવિત નથી.૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org