________________
૧૬
ભારતીય અભિલેખવિદ્યા ( સૂત્રપિટક)માંની જાતકથાઓમાં ઉલિખિત પણ (પર્ણપત્ર), સાસન (શાસન= રાજશાસન), અફખર (અક્ષર), થિક (પુસ્તક), ઇણપણ ( ઋણપણે ઋણપત્ર), સુવર્ણપણ (સુવર્ણ પણું = સુવર્ણપત્ર), ફલક, વર્ણાક (વર્ણક= કલમ) ઇત્યાદિ લેખનસામગ્રી દ્વારા લેખનકલા સુચિત થાય છે. આમ બૌદ્ધ ત્રિપિટકમાં સહુથી પ્રાચીન જણાતા વિનયપિટકમાં પણ લેખનકલાને ઉલ્લેખ આવે છે.
પ્રશિષ્ટ સંસ્કૃત સાહિત્યમાં કાવ્ય, નાટકો, સ્મૃતિઓ, કથાઓ, દર્શન, શાસ્ત્રો, ઈત્યાદિમાં લેખનકલાના અનેક ઉલ્લેખ મળે એ સ્વાભાવિક છે. કૌટિલ્યના “અર્થશાસ્ત્રમાં અને વાત્સ્યાયનના કામસૂત્રમાં પણ લિપિ, લેખન, પત્ર, પુસ્તક વગેરેના ઉલ્લેખ આવે છે. રામાયણ તથા મહાભારતમાં પણ લેખ, લેખન, લેખક ઇત્યાદિના નિદેશ મળે છે.11 વ્યાસ અને ગણેશને લગતી કથામાં પણ મહાભારતની રચના તથા એના લેખનનો ઉલ્લેખ છે.
વેદાંગ સાહિત્યમાં લેખનકલાના ઉલ્લેખ છે. પાણિનિ–કૃત “અષ્ટાધ્યાયી માં લિપિ, લિપિકર, યવનાની, ગ્રન્થ, સ્વરિત ચિહ્ન, અંકચિહ્નો, સ્વસ્તિકાદિ ચિહ્નો તથા અનેક પૂર્વવતી વૈયાકરણોનો ઉલ્લેખ આવે છે. ૧૨ પાણિનિ પૂર્વે થયેલા યાસ્કના “નિરુક્ત માં નિરુક્ત જેવા શબ્દશાસ્ત્રનો વિકાસ જોવા મળે છે તેમ જ ભાસ્કની પહેલાં થયેલા અનેક નિરક્તકારોનાં નામ મળે છે. ૧૩ વ્યાકરણ અને નિરક્તની જેમ શિક્ષા અને છન્દઃ તથા જ્યોતિષ પણ લેખનકલાની પ્રતીતિ કરાવે છે. ક૯પ-વેદાંગમાં વસિષ્ઠ—ધર્મસૂત્રમાં લિખિત આધારની પ્રમાણિતતાનું મહત્ત્વ દર્શાવ્યું છે. આમ વેદાંગના સૂત્રસાહિત્યમાં લેખનકલાના સ્પષ્ટ ઉલ્લેખ મળે છે.
- વેદ સાહિત્યમાં લેખનકલાના ઉલ્લેખ છે કે કેમ એ એક વિવાદગ્રસ્ત પ્રશ્ન છે. મૅકસ મ્યુલર અને વેબર જેવા કેટલાક વિદ્વાનો વૈદિક સભ્યતામાં લેખનકલા ન હોવાનું માનતા, જ્યારે હિટની, બેનકે, પિશલ અને ગેલ્ડનર જેવા કેટલાક બીજા વિદ્વાન વૈદિક સભ્યતાની વિકસિત સ્થિતિ જોતાં ત્યારે લખાણો તથા ગ્રંથો પ્રચલિત હોવાનું માનતા.૧૪ આ બીજા મતના સમર્થન માં પં. ગૌરીશંકર ઓઝાએ વેદસાહિત્યમાંથી અનેક પ્રમાણ રજૂ કર્યા છે. ૧૫
વૈદિક સાહિત્યમાં સંહિતાઓ, બ્રાહ્મણો, આરણ્યકો અને ઉપનિષદોનો સમાવેશ થાય છે. અહીં ઉપનિષદોથી શરૂ કરી ક્રમશઃ સંહિતાઓ સુધી જઈએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org