________________
પ્રાસ્તાવિક
૧૩ ગામીઓની પણ પ્રશસ્તિ હોય છે ને તે સમયના રાજાના ચરિતનું નિરૂપણ કર્યું હોય છે. આ રાજા કયા વંશમાં થયો,એને વિશે અત્યાર સુધીમાં શી માહિતી મળેલી છે ને આ અભિલેખમાં આપેલી હકીકત પરથી એ રાજા કે એના કોઈ પૂર્વજ વિશે કંઈ વધુ માહિતી મળતી હોય તો તેનું વિવેચન કરવું આવશ્યક હોય છે. એ સમયના બ્રાહ્મણોનાં ગોત્રાદિની તેમજ જૈનનાં ગચ્છાદિની માહિતગારી પણ કેટલીક વાર જોઈએ છે. વળી એ સમયના પ્રદેશનાં નામ તેમ જ એના વહિવટી વિભાગ તથા પેટા વિભાગોને અર્વાચીન ભૂગોળની ભાષામાં સમજવાં પડે છે. અભિલેખોમાં જણાવેલાં પ્રાચીન સ્થળો હાલ શા નામે ઓળખાય છે ને તે ક્યાં આવેલાં છે તે વિગત પણ એ પ્રાચીન સ્થળોના અભિજ્ઞાન તથા સ્થાનનિર્ણય માટે જરૂરી નીવડે છે. આ માટે પ્રદેશનાં મોટાં નાનાં તમામ ગામોની યાદી અને તેનાં સ્થાન દર્શાવતા નકશાની સામગ્રીની જરૂર પડે છે.
અભિલેખોમાં કેટલીક વાર વર્ષ અને ઘણી વાર વર્ષ, માસ, પક્ષ, તિથિ, વાર વગેરે વિગત આપવામાં આવે છે. કોષ્ઠકોના આધારે આ તિથિ-વાર, ગ્રહણ, અધિકમાસ વગેરેની ખાતરી કરી શકાય છે ને એ દિવસે ઈસ્વી સનનું કયું વર્ષ,
ક્યા મહિને ને કઈ તારીખ હતી તે પણ શોધી શકાય છે. કેટલાક પ્રાચીન સંવત સમય જતાં લુપ્ત થયા હોય છે, તો કેટલીક વાર સંવતનું નામ આપેલું હેતું નથી. ભારતીય અભિલેખવિદે ભારતમાં પ્રચલિત થયેલી કાલગણનાની જુદી જુદી પદ્ધતિઓની માહિતગારી ધરાવવી જરૂરી છે.
પ્રાચીન અધિકારીઓ, મહેસૂલના પ્રકારે, ભૂમિદાનને લગતી માન્યતાઓ, દેવ-દેવીઓનાં પ્રતિમાવિધાન, દેવાલ, દુર્ગો, કૂપિ, વાપીઓ ઇત્યાદિનાં વાસ્તુલક્ષણ, અભિલેખના લેખન તથા અભિલેખનની પ્રક્રિયા ઈત્યાદિ અનેક સાંસ્કૃતિક બાબતે સમજવાની જરૂર રહે છે. - આમ લિપિ, ભાષા, ઈતિહાસ, ભૂગોળ, કાલગણના ઇત્યાદિ અનેક વિષ
નું પૂરતું જ્ઞાન હોવું અભિલેખવિદ માટે આવશ્યક છે. અભિલેખની છાપ અને / અથવા છબી લેવી, એની પ્રાપ્તિને લગતી નોંધ લેવી, એમાં કોતરેલા લખાણનું લિવ્યંતર કરી એનું સંપાદન કરવું, એનું પદ્ધતિસર વિવેચન કરવું ને અભિલેખના સંરક્ષણ માટે પ્રબંધ કરવો એ બધું અભિલેખવિદ માટે અપેક્ષિત ગણાય. 9. D. C. Sircar, “Indian Epigraphy,” p. 1. ૨-૩. એજન ૪. Epigraph = inscription
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org