SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રાસ્તાવિક ૧૮૭૯માં રાઈ સે Mysore Inscriptions નામે સંગ્રહ પ્રગટ કર્યો; ને આગળ જતાં Epigraphia Carnatica ના કેટલાક ગ્રંથ પ્રકાશિત કર્યા. ૧૮૮૫ માં માયસોર સરકારે ૧૫૦ અભિલેખોનો સંગ્રહ બહાર પાડ્યો. ૧૮૮૬માં હોપે ધારવાડ અને માયસેરના ૬૪ અભિલેખોને સંગ્રહ પ્રસિદ્ધ કર્યો. ૧૮૮૭થી ૧૯૨૧ સુધી મદ્રાસ સરકારે દક્ષિણ ભારતના અભિલેખાને લગતા વાર્ષિક અહે. વાલ પ્રકાશિત કર્યા, જેમાં લગભગ ૨૫,૦૦૦ શિલાલેખ અને ૫૦૦ તામ્રપત્ર લેખ પ્રગટ થયા. હુશે ૧૮૯૦-૧૯૨૯ દરમ્યાન South Indian Inscriptions ના ત્રણ ગ્રંથ બહાર પાડ્યા. આ ગ્રંથમાલામાં પછી પણ દસેક ગ્રંથ પ્રકાશિત થયા છે. સેવેલ અને કૃષ્ણસ્વામી આયંગરનું Historical Inscriptions of Southern India (૧૯૩૨) તથા કૃષ્ણામાચારલુનું Bombay -Karnataka Inscriptions (૧૯૪૦) પણ ધપાત્ર છે. એવી રીતે બંગાળા, આસામ, ગુજરાત, કર્ણાટક વગેરે પ્રદેશના અભિલેખોના સંગ્રહ પ્રકાશિત થયા છે. ગુજરાતમાં ભાવનગર સંસ્થાનના પ્રાકૃતસંસ્કૃત તથા અરબી-ફારસી અભિલેખોના સંગ્રહ બહાર પાડેલા. ૧૯૨૧ માં મુનિ જિનવિજયે પ્રકાશિત કરેલા પ્રાચીન વસંદના ભાગ ૨ માં ગુજરાતના અનેક જૈન અભિલેખેને સમાવેશ થાય છે. ગુજરાતના ઐતિહાસિક અભિલેખો માટે મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાએ ગિ. વ. આચાર્ય પાસે ગુજરાતના ઐતિહાસિક લેખો” ના ભાગ ૧ થી ૩ તૈયાર કરાવી એને ૧૯૩૩ થી ૧૯૪૨ દરમ્યાન પ્રકાશિત કરી ગુજરાતના ઈતિહાસ-સંશોધન માટે ઘણું મહત્ત્વની સામગ્રી પૂરી પાડી છે. ૧૯૪૩ માં ગએ Important Inscriptions from the Baroda State 345 raid $48. New Indian Antiquaryal 21 al 9-3H1 (32450052 Inscriptions of Kathiawar કાલક્રમશઃ પ્રસિદ્ધ કરી સૌરાષ્ટ્રના અભિલેખોને ઉપયોગી સંગ્રહ પૂરો પાડ્યો. ચરોતર, દક્ષિણ ગુજરાત તથા ઘણાં જૈન તીર્થોને લગતા અભિલેખ અમુક ગ્રંથ કે સામયિકમાં સંગૃહીત થયા છે, તો રાધનપુર જેવાં સ્થળોના પ્રતિમાલેખસંગ્રહ પણ પ્રકાશિત થયા છે. આબુ ભાગ–૨માં મુનિ જયંતવિજયજીએ પ્રકાશિત કરેલો ૩૩વું પ્રાચીન સ્ટેરવાંઢિ (૧૯૩૮) ગુજરાતને જેન પ્રભાવકો સાથે ઘણો સંબંધ ધરાવે છે. વર્ષ પ્રતિવર્ષ વધુ ને વધુ અભિલેખ ઉપલબ્ધ થતા રહે છે ને પ્રકાશિત થતા જાય છે. આથી અવારનવાર એની સૂચિ તૈયાર કરવાની જરૂર રહે છે. ૧૯૦૦ સુધીમાં પ્રસિદ્ધ થયેલા ઉત્તર ભારતના અભિલેખને સંવતવાર વગીકૃત Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy