SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદન અને સંરક્ષણે ૩૮૭ ભારતમાં પુરાતત્ત્વને લગતાં અનેક મેટાંનાનાં મ્યુઝિયમ છે, જેમાં શિલાલેખ, તામ્રપત્રો, સિક્કાઓ વગેરે પ્રકારના અનેકાનેક અભિલેખ સંગૃહીત કરવામાં આવે છે. ખંડેરોમાંથી મળતા અભિલેખોને ઘણી વાર સાફ કરવા પડે છે. તામ્રપત્રો વગેરેમાં કાટ લાગ્યું હોય તે રાસાયણિક પ્રક્રિયાથી એને દૂર કરવો પડે છે કે હવે પછી એને કાટ ન લાગે તેની કાળજી રાખવામાં આવે છે. ભારતમાં પહેલવહેલું મ્યુઝિયમ એશિયાટિક સોસાયટીએ કલકત્તામાં ૧૮૧૪માં સ્થાપ્યું, જે આગળ જતાં ઇન્ડિયન મ્યુઝિયમ તરીકે વિકસ્યું. પછી મદ્રાસમાં એવું મ્યુઝિયમ સ્થાપાયું. ૧૮૫૦થી ૧૯૦૦ દરમ્યાન લાહોર, લખનૌ, મયુરા, નાગપુર, કરાંચી, ઉદેપુર, રાજકોટ, મુંબઈ, વડોદરા, ફૈઝાબાદ, ભાવનગર, બેંગલોર, ત્રિચુર અને ત્રિવેન્દ્રમમાં આ પ્રકારનાં મ્યુઝિયમ સ્થપાયાં. ઉખનનનાં પ્રાચીન સ્થળો પૈકી નાલંદા, સારનાથ, તક્ષિલા, હરપ્પા, મોહે જો–દડે અને નાગાજુની કેડામાં પણ સ્થાનિક મ્યુઝિયમ સ્થાપવામાં આવ્યાં. પછી મુંબઈ બીજાપુર, બારિપદા, ખિચિંગ, ચંબા, કટક, ઢાકા, ગૌહાટી, ગ્વાલિયર, હિંમતનગર, જયપુર, હૈદરાબાદ, જોધપુર, ખજુરાહો, માયસોર, પટના, પેશાવર, પૂના, કટા. સાંચી અને ઉદેપુરમાં પણ મ્યુઝિયમ સ્થપાયાં. નવી દિલ્હીમાં હવે નેશનલ મ્યુઝિયમને પ્રબંધ કરવામા આવ્યો છે ને એમાં પુરાતત્ત્વ ખાતાના હસ્તકનાં યુઝિયમના પસંદ કરેલા ઉત્તમ અવશેષો સંગૃહીત કરવામાં આવ્યા છે. ૧૦ મુંબઈનું પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ, મથુરાનું કરઝન મ્યુઝિયમ, વારાહસીનું ભારત કલાભવન, હૈદરાબાદનું મ્યુઝિયમ, રાજકેટનું વૅટસન મ્યુઝિયમ, વડેદરાનું મ્યુઝિયમ, અને જૂનાગઢનું મ્યુઝિયમ અભિલેખનો ઠીક ઠીક સંગ્રહ ધરાવે છે. ઉપરાંત કેટલીક યુનિવર્સિટીઓ, રાજ્યનાં મ્યુનિસિપાલિટીનાં તથા યુનિવસિટીનાં પુરાતત્ત્વખાતાં તથા કેટલીક સંશોધન, સંસ્થાઓ પણ મોટાંનાનાં મ્યુઝિયમ રાખે છે ને એમાં અભિલેખો, સિક્કાઓ, હસ્તપ્રતો વગેરેનો સંગ્રહ કરે છે. ' છતાં હજી અસંખ્ય અભિલેખે ઠેકઠેકાણે અસ્તવ્યસ્ત પડેલા છે. સંખ્યા બંધ પાળિયાઓ ખુલ્લામાં આબોહવાના પ્રહાર ઝીલી ખવાતા જાય છે. કેટલીય શિલ્પકૃતિઓ અને એના પરના અભિલેખો હથિયારની ધાર કાઢવામાં કે નવાં મકાનોના બાંધકામમાં રફેદફે થાય છે. ભારત સરકાર તથા રાજ્ય સરકારે સર્વ સ્થાવર (અચલ) અભિલેખોના સંરક્ષણની વ્યવસ્થા કરવી ઘટે તેમ જ સર્વ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy