________________
સંપાદન અને સંરક્ષણ
૩૮૫
પ્રકાશન
નવેસર પ્રકાશમાં આવતો દરેક અભિલેખ ઈતિહાસ-અન્વેષણ માટે ઉપયોગી હોઈ, એનું વાચન તથા સંપાદન તૈયાર થતાં એને કઈ સંશોઘન– સામયિકમાં પ્રકાશિત કરવામાં આવે છે. ઘણા અભિલેખ તે તે પ્રદેશના કેઈ સ્થાનિક સામયિકમાં તે સામયિકની ભાષામાં પ્રકાશિત થાય છે, વહેલા મોડા સરકારી પુરાતત્ત્વ ખાતાના અભિલેખવિદ્ વિભાગ તરફથી આ અભિલેખો Epigraphia Indica માં પણ પદ્ધતિસર પ્રકાશિત થાય છે ને સહુને સુવિદિત તથા સુલભ બને છે. એ સરકારી અભિલેખસામયિકના સંપાદક મૂળ લેખ કે એની પ્રતિકૃતિ મેળવી, આખો પાઠ અક્ષરશઃ તપાસે છે ને સંપાદક સાથે પત્રવ્યવહાર કરી એમાં જરૂરી સુધારા-વધારા કરાવે છે અથવા સંપાદક તરીકે પોતે એના લિવ્યંતર, ભાષાંતર અને પ્રાસ્તવિકમાં જરૂરી નાંધ ઉમેરે છે. આ અભિલેખ એની છબી કે પ્રતિકૃતિ સાથે છપાય છે. એના પ્રકાશનમાં વિલંબ થતો હોય છે, પણ એના વાચન તથા સંપાદનમાં વધુ એકસાઈ કરાતી હોય છે. અભિલેખ-સંગ્રહો
Indian Antiquary 24a Epigraphia Indica Hi z velta અભિલેખો પ્રકાશિત થતાં સરકારના પુરાતત્ત્વ ખાતા તરફથી કેટલાક વર્ગીકૃત અભિલેખસંગ્રહ તૈયાર કરાવી પ્રકાશિત કરવામાં આવે છે. Corpus Inscriptionum Indicarum નામે ગ્રંથમાલાના ગ્રંથ ૧ માં અશોકના અભિલેખો, ગ્રંથ ૨ માં ખરોષ્ઠી અભિલેખો, ગ્રંથ ૩ માં પ્રાચીન ગુપ્ત રાજાઓ અને તેઓના ઉત્તરાધિકારીઓના અભિલેખો, ગ્રંથ ૪ માં કલચુરિ–ચેદિ સંવતના અભિલેખો અને ગ્રંથ ૫ માં વાકાટક અભિલેખો ગ્રંથસ્થ થયા છે. આ ગ્રંથમાલામાં પછીના ગ્રંથ તૈયાર થતા જાય છે. ..
એવી રીતે માયસોર કે કર્ણાકટના તેમજ દક્ષિણ ભારતના અભિલેખોના પણ કેટલાક સંગ્રહ પ્રકાશિત થયા છે.
ગુજરાતના અભિલેખાના ત્રણ વગીકૃત સંગ્રહ ગુજરાતીમાં પ્રગટ થયા છે. અંગ્રેજીમાં કાઠિયાવાડના અભિલેખોને પણ એક સંગ્રહ પ્રકાશિત થયો છે. ગુજરાતના પ્રાચીન કાલના અભિલેખોમાં જે એ પછી પ્રકાશિત થયા છે તથા ઈ. સ. ૧૩૦૦ પછીના જે અભિલેખો છે તેને સંગ્રહ તૌયાર થતો જાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org