________________
૩૮૨
ભારતીય અભિલેખવિદ્યા
ઇતિહાસકાર એને ઉપયોગ કરી પોતાના વિષયને ન્યાય આપી શકે છે. એ પિતાના વિષયને ઉપયોગી તમામ ઉપલબ્ધ સામગ્રી–પ્રકાશિત તેમ જ અપ્રકાશિત– વિશે માહિતી મેળવી તેને અભ્યાસ કરે છે, જેમાં અભિલેખોને ખાસ સમાવેશ થાય છે. સામગ્રીનું અન્વેષણ એ ઈતિહાસ-નિમણનું પહેલું પગથિયું છે.
વાચન
અભિલેખવિન્દ્ર જ્ઞાત અભિલેખોનો પત્તો મેળવે છે તેમજ ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેતા રહી અજ્ઞાત અભિલેખોની ય માહિતી મેળવે છે. પહેલાં એ દરેક અભિલેખની પ્રાપ્તિસ્થાનની તથા પરિમાણ વગેરેની નોંધ લે છે ને પછી એને લેખ વાંચવા પ્રવૃત્ત થાય છે. આ માટે તે તે પ્રદેશની તે તે કાલની લિપિની જાણકારી જરૂરી હોય છે. સરકારી પુરાતત્વ ખાતામાં કેટલીક વાર સંસ્કૃત-પ્રાકૃત અભિલેખો, અરબી-ફારસી અભિલેખો, પ્રાચીન–અર્વાચીન દ્રાવિડી અભિલેખો અને અન્ય અર્વાચીન પ્રાદેશિક ભાષાઓમાં લખાયેલા અભિલેખો માટે અલગ અલગ જાણકાર રાખે છે, કેમકે આ જુદા જુદા પ્રકારના - અભિલેખોની જાણકારી મોટે ભાગે જુદા જુદા વિદ્વાનોમાં વિભાજિત થઈ હોય છે. લિપિની જાણકારી વિના અભિલેખમાંની હકીકત વિશે કંઈ જાણી શકાતું નથી. આથી લિપિની જાણકારી દ્વારા અભિલેખ વાંચવો ને એનું તે તે ભાષાની અર્વાચીન પ્રચલિત લિપિમાં લિવ્યંતર કરવું એ અભિલેખવિદનું પ્રથમ કાર્ય છે.
અભિલેખના વાચન માટે માત્ર લિપિનું જ્ઞાન પર્યાપ્ત નથી, તે તે લેખની ' ભાષાનું જ્ઞાન પણ અનિવાર્ય છે. એ ભાષાનું વ્યાકરણ, એનો શબ્દભંડોળ,
એના છંદો વગેરેના પૂરતા જ્ઞાન વિના અભિલેખનો પૂરેપૂરો શુદ્ધ પાઠ તૈયાર - થઈ શકે નહિ. ભાષા ઉપરાંત ઇતિહાસ, ભૂગોળ, રાજ્યતંત્ર, કાલગણના, ધર્મ-સંપ્રદાય, પારિભાષિક શબ્દો ઈત્યાદિ આનુષંગિક બાબતોની જાણકારી પણ જરૂરી ગણાય. સંપાદન
લિયંતર કરેલા અભિલેખના પાઠને સંપાદિત કરતી વખતે એના મૂલ લખાણમાં કંઈ સુધારા-વધારા સૂચવવા જરૂરી હોય તો તે કૌંસમાં કે પાદટીપમાં સૂચવવામાં આવે છે. સુધારા ગોળ કૌંસમાં અને વધારા ખૂણિયા કસમાં દર્શાવાય છે. લિવ્યંતર મૂળ લેખની પંક્તિ પ્રમાણે પંક્તિવાર કરવામાં આવે છે. અભિલેખના પાઠના પ્રકાશનની સાથે બને ત્યાં સુધી મૂળ અભિલેખની
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org