________________
પ્રાસ્તાવિક એને માટે આવાં શીર્ષક લખાયઃ અશોકનું સારનાથ સ્તંભ શાસન, નહપાનના સમયને જુન્નાર ગુફાલેખ – (ક) વર્ષ ૪૬, રુદ્રદામ ૧લાનો જૂનાગઢ શૈલલેખ(શક) વર્ષ ૭૨, સમુદ્રગુપ્તને અલાહાબાદ શિલાતંભ લેખ, ચંદ્રગુપ્ત રજાના સમયનો સાચી શિલાલેખ –ગુપ્ત વર્ષ ૯૩, શીલાદિત્ય પમાને ગોંડલ તામ્રપત્ર લેખ – (વલભી) વર્ષ ૪૦૩, મહમૂદશાહ ૧લા(બેગડા)ના સમયને અડાલજ વાપીલેખ - વિ. સં. ૧૫૫૫.
ઘણીવાર લેખ હાલ એના મૂળ સ્થાને જ રહેલો હોય છે, પરંતુ કેટલીક વાર એનું સ્થાનાંતર થયું હોય છે. દાખલા તરીકે, દિલ્હીમાં અશોકનો શિલાસ્તંભ ટોપરા ના ગામમાંથી દિલ્હીમાં આણેલો છે. આથી એને દિલ્હી–ટોપરા શિલાસ્તંભ તરીકે ઓળખવામાં આવે છે. તામ્રપત્રો ઘણી વાર કઈ ગામની સીમમાંથી મળ્યાં હોય છે પણ હાલ એને કઈ મ્યુઝિયમમાં રાખ્યાં હોય છે. છતાં એના શીર્ષકમાં માત્ર એનું પ્રાપ્તિસ્થાન લખાય છે. પરંતુ મ્યુઝિયમમાં રહેલાં કોઈ તામ્રપત્રોનું મૂળ પ્રાપ્તિસ્થાન અજ્ઞાત રહેલું હોય, તો તેને તેના વર્તમાન સ્થિતિસ્થાનના નામે ઓળખવામાં આવે છે, જેમકે Prince 0: Wales Museum Copper-Plate Inscription of Dadda III - (Kalachuri) Year 427 અર્થાત દઃ ૩જાને પ્રિન્સ ઑફ વેલ્સ વુ ઝિયમ તામ્રપત્ર લેખ-(કલચુરિ) વર્ષ ૪ર૭.
અભિલેખના પ્રકાશનમાં મૂળ લેખના લિવ્યંતરની પહેલાં એને લગતી વિવિધ માહિતી આપવામાં આવે છે. એમાં પહેલાં એના પ્રાપ્તિસ્થાનની (તથા એનું સ્થાનાંતર થયું હોય તો તેના વર્તમાન સ્થિતિસ્થાનની) વિગત અપાય છે. પછી અભિલેખના પદાર્થ, આકાર, લંબાઈ, પહોળાઈ વગેરેની વિગત આપવામાં આવે છે. પછી એની લિપિનો તથા એની ભાષાનો પરિચય અપાય છે. લેખનશૈલીનાં કંઈ વિશિષ્ટ લક્ષણ હોય, તો તેની તથા લેખન અને / અથવા અભિલેખનમાં કંઈ ક્ષતિઓ કે અશુદ્ધિઓ રહેલી હોય તો તેની પણ નોંધ લેવામાં આવે છે.
પછી અભિલેખના લખાણનો સાર આપવામાં આવે છે. સાથે કે બનતાં સુધી એની પછી, લેખમાં જણાવેલાં રાજકુલ, રાજવંશ, રાજા વગેરેનું ઇતિહાસનાં પરિચિત કુલ વંશ રાજા વગેરે સાથેનું અભિજ્ઞાન દર્શાવવામાં આવે છે. એને વિશે આ અભિલેખમાં કંઈ નવી માહિતી મળતી હોય તો તે તરફ લક્ષ દોરવામાં આવે છે. અભિલેખમાં જણાવેલાં સ્થળોનું વર્તમાન સ્થળો સાથે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org