________________
પ્રકાશકનું પુરવચન
ઉચ્ચ કેળવણીનું માધ્યમ માતૃભાષા બને એ ખ્વાહિશ મૂર્તિમંત કરવી હોય તે યુનિવર્સિટીએ અનેક વિદ્યાશાખાઓ માટે વિપુલ ગ્રંથસામગ્રી તૈયાર કરવી જોઈએ. આ સામગ્રી અનેક કક્ષાના અને રસના વિદ્યાર્થીઓ અને અભ્યાસીઓને ઉપયોગી થાય તે રીતે નિર્મિત થાય તો વિદ્યાવ્યાસંગનું ઉત્તમ કાર્ય હાથ ધરી શકાય. યુનિવર્સિટી કેળવણીનું સનાતન ધ્યેય યુવાન પેઢીમાં વિદ્યાવ્યાસંગની વૃત્તિ જન્માવવાનું છે. આ વૃત્તિ યુવાન વિદ્યાર્થીના માનસજગતનું એક આજીવન અંગ બને તેવી ઈચ્છા આપણે સૌએ સેવવી જોઈએ.
આ ઈચ્છાને બર લાવવા માટે કેન્દ્રીય સરકારે, રાજય સરકાર દ્વારા હરેક ભારતીય ભાષા માટે આર્થિક સહાય આપવાની હૈયાધારણ આપી ભૌતિક પરિસ્થિતિ સર્જી છે. આવી ભૌતિક સગવડના સંદર્ભમાં ઉત્તમ માનક ગ્રંથ ગુજરાતની નવી પેઢીને ચરણે ધરવાને પડકાર યુનિવર્સિટીઓની વિદ્યાપ્રવૃત્તિ સાથે સંકળાયેલા સૌની સમક્ષ પડેલ છે.
ગુજરાત રાજ્ય સરકારે ગ્રંથનિર્માણનું આ કામ ત્વરાથી અને અપેક્ષિત ધોરણે થાય તે હેતુસર યુનિવર્સિટી ગ્રંથ નિર્માણ બોર્ડની રચના કરી છે. આ બોર્ડ પર ગુજરાતની યુનિવર્સિટીઓના બધા કુલપતિઓ તેમ જ વિદ્વાન, સંલગ્ન સરકારી ખાતાંઓના નિયામક વગેરે નિયુક્ત થયા છે અને માનક ગ્રંથની ધારણા પરિણામજનક બને તે માટે વિદ્યાશાખાવાર વિષયવાર અનુભવી વિદ્વાન પ્રાધ્યાપકોનાં મિલન યોજી એમની ભલામણ અનુસાર લેખન માટે પ્રાધ્યાપકોને નર્યા છે, અને લખાણ સૂક્ષ્મ તથા એયપૂર્ણ બને તે હેતુસર એવા જ વિદ્વાનોને પરામર્શક તરીકે નિમંત્યા છે.
ગુજરાત રાજયની યુનિવર્સિટીઓમાં વિનયન વિદ્યાશાખાના વિદ્યાર્થીઓને સુયોગ્ય ગુજરાતી ગ્રંથે મળી રહે તે હેતુથી આ યોજના અન્વયે તૈયાર થયેલા પુસ્તક “ભારતીય અભિલેખવિદ્યાને પ્રકાશિત કરતાં હું આનંદ અનુભવું છું. એ આનંદમાં ઉમેરો એ વાતે થાય છે કે પુસ્તકના લેખક ડો. હરિપ્રસાદ શાસ્ત્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org