________________
૩૬૮
ભારતીય અભિલેખવિધા દક્ષિણ ભારતની જેમ આ દેશોમાં પણ ધમમહારાજ” રાજબિરુદ પ્રચલિત હેવાનું માલુમ પડે છે. લેખમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ્વર આદિ દેવોને તથા ઉમા વગેરે દેવીઓને ઉલ્લેખ આવે છે. આ દેશોમાં શૈવધર્મ સવિશેષ પ્રચલિત હતો, તેથી તેમાં મહેશ્વરનું પ્રાધાન્ય જોવામાં આવે છે. આ લેખમાં સમયનિર્દેશ પ્રાયઃ શક સંવતનાં વર્ષોમાં આપવામાં આવતું. ભારતના રાજાઓની જેમ ત્યાંના રાજાઓ પણ મંદિર બંધાવતા ને એના નિભાવ માટે ભૂમિદાન દેતા. દા.ત. ચંપાના રાજા ઇન્દ્રવમાં ૧ લાએ ઈ.સ. ૭૯૯માં પિતાના નામે ભદ્રેશ્વરની સ્થાપના કરી તેને અક્ષયનીવી પ્રકારનું ભૂમિદાન દીધેલું. ૧૧૨ એને લગતાં દાન શાસનમાં પણ ભૂમિદાનનું પુણ્ય તથા ભૂમિદાનના આરછેદનું પાપ દર્શાવતા લેક આપવામાં આવતા, જેમકે
इन्द्रभद्रेश्वरस्येव सर्व द्रव्यं महीतले । ये रक्षन्ति रमन्त्येते स्वर्गे सुरगणास्सहा ॥ लुब्धेन मनसा द्रव्यं यो हरेत् परमेश्वरात् । નરાત ન પુનાઓને રિતુ જ નીતિ ૧ ૧૩
(મહીતલમાં ઇન્દ્રભદ્રેશ્વરના દ્રવ્યની જેમ સર્વ દ્રવ્યને જેઓ રહ્યું છે તે દેવો જેવા થઈ સદા સ્વર્ગમાં મઝા કરે છે. લોભી મનથી જે પરમેશ્વર પાસેથી દ્રવ્ય હરી લે છે તે નરકમાંથી પાછો આવે નહિ, તે લાંબે કાલ છવતો નથી.) - કંબોજ(કડિયા)ના સંસ્કૃત અભિલેખોમાં ભૂમિદાન, દાન લેનાર બ્રાહ્મણોની વિદ્યા, વેદ-વેદાંગ, રામાયણ-મહાભારત, બૌદ્ધ ધર્મગ્રંથ, પદર્શન ઇત્યાદિના ઉલ્લેખ મળે છે. આમાંના કેટલાક લેખમાં ભારતીય છુંદો તથા અંલકારે સારા પ્રમાણમાં પ્રયોજાયા છે. એક લેખમાં કેબેજના રાજા યશોવર્માએ (પાણિનિસૂત્ર પરના) મહાભાષ્ય પર લખેલી ટીકાનો ઉલ્લેખ આવે છે. ત્યાંના અભિલેખોમાં મનુ તથા કાલિદાસના કો ઉદાહત કરેલા છે. એમાં પ્રવરસેનના સેવા કાવ્યને પણ નિર્દેશ મળે છે. ૧ ૧૪ વળી રાજાઓ દેવની પૂજા કરતા, મંદિર બંધાવતા ને મંદિરને ભૂમિદાન દેતા તેને ઉલ્લેખ આવે છે. એમાં કંબેજના રાજાઓ અનેક આશ્રમ બંધાવતા એ નિર્દેશ ખાસ નોંધપાત્ર છે. દા. ત. રાજા યશોવર્માએ સો આશ્રમ બંધાવ્યા હતા.૧૧૫
ઈન્ડોનેશિયામાં મળેલા પ્રાચીન અભિલેખામાં શ્રી વિજય તથા શૈલેન્દ્ર નામે બે પ્રાચીન રાજ્યોના ઉલ્લેખ આવે છે. ઇન્ડોનેશિયાના ટાપુઓમાં જાવા અને સુમાત્રા અગ્રિમ સ્થાન ધરાવે છે. ત્યાં સંસ્કૃત ભાષામાં લખેલા અનેક
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org