SearchBrowseAboutContactDonate
Page Preview
Page 384
Loading...
Download File
Download File
Page Text
________________ અભિલેખોનું ઐતિહાસિક મહત્વ ૩૫૩ -ભક્તિમાં કોટિવર્ષ વિષય નામે વહીવટી વિભાગ હતોમૈત્રક રાજયમાં કૌડિન્યપુર, ખેટક, માલવક, શિવભાગપુર, સુર્યાપુર, ભરુકચ્છ, કતારગામ અને ઘરાય જેવા વિષય હતા, હસ્તવપ્ર અને ખેટક જેવા આહાર હતા, સુરાષ્ટ્રદેશમાં ધસરક, કાલાપક અને રહાણુક જેવા પથક હતા, ખેટક આહારમાં બર્ડારિ જિદ્રિ, કણક, સિંહપલિકા, નગરક અને ઉ૫લહેટ જેવા પથક હતા, સુરાષ્ટ્રદેશમાં બિટવખાત, ઝરિ, નિંબકૂપ, કદંબપદ્ધ, વટાલિકા, પુણ્યાનક, વટનગર, આનુમંછ વગેરે સ્થલીઓ હતી. જે દક્ષિણ ગુજરાતના રાષ્ટ્રકૂટ રાજયમાં લાટ દેશ, બેટક મંડલ, કતારગ્રામ વિષય, કાકુલ વિષય, હર્ષપુર-૭૫૦, કર્પટવાણિજ્ય-૮૪, અંકોદક-૮૪, સંજાણ–૧૪, તૈલાટક-૨, કમ-તપુર –૧૧૬, વરિઅવિ-૧૧૬, સીહરખિ-૧૨, માહિષક-૪૨, કહવલ આહાર, ન્ન આહાર વગેરે મોટાનાના વિભાગ હતા;૩ ચૌલુક્ય (સોલંકી) રાજ્યમાં સારસ્વત, સત્યપુર, કચ્છ, સૌરાષ્ટ્ર, ખેટક, નર્મદાતટ, દધિપ્રદ્ર, અવંતિ, મેદપાટ વગેરે મંડલ હતાં, ધાણદ, વિષય, દંડાહી, વાલુક્ય, ગંભૂતા, વદ્ધિ અને ચાલિસા જેવા પથક હતા તેમ જ ૧૪૪, ૧૦૪, ૮૪, ૪૨, ૨૬, અને ૧૨ ગામના વહીવટી વિભાગ પણ હતા. આ એવી રીતે અભિલેખોમાં, ખાસ કરીને દાનશાસનમાં, વિવિધ કરવેરાઓને ઉલ્લેખ આવે છે, દા. ત. બલિ, ભાગ, કર, શુક, ભોગ, ઉદ્વેગ, ઉપરિકર, હિરણ્ય, દશાપરાધ, ભૂત, વાત, વિષ્ટિ ઇત્યાદિ. દાનના પ્રતિગ્રહીતાને માટે કરમુક્તિ, ચાટભટના પગપેસારાની કે અન્ય રાજપુરૂની ડખલગીરીની મનાઈ ખેડવા ખેડાવવા ભોગવવા કે સુપરત કરવાનો અધિકાર વગેરેનો પણ પ્રબંધ કરાતો. ભૂમિછિદ્ર, અક્ષય–નીવી, ધર્મદાય, બ્રહ્મદાય, દેવદાય ઇત્યાદિ દાન-પદ્ધતિ તથા ભોગવટાના પ્રકારના નિર્દેશ આવે છે. ૫ વળી ભૂમિદાનને લગતાં રાજશાસન પરથી ભૂમિ-બાપની જુદીજુદી પદ્ધતિઓ પ્રચલિત હોવાનું જાણવા મળે છે, જેમ કે દંડ, કેલુ, હસ્ત, નિવર્તન, ગેચમ, પાદાવત.૮ હલ, કુલ્યવાપઃ દ્રોણવાપ, ૧૦ આઢવાપ,૧૧ પિટકવાય, ૧૨ ઉન્માન, ૧૩ ખારી,૧૪ વિંશોપક, વાટી, ૧૫ માન, ૧ ગુંઠ, ૧૭ હાદ (પાદ), ૧૮ કમ કે કબ ૧૯ પાડળ (પાટક), કુલી, વેલી વગેરે. ૨૦ ભૌગોલિક ઉલેખે રાજકીય ઈતિહાસના સંદર્ભમાં ઘણી વાર આસપાસનાં અન્ય રાજને ઉલ્લેખ આવે છે, ને દાન વગેરે કાર્યોના સંદર્ભમાં તે તે રાજ્યની અંતર્ગત ૨૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy