________________
પ્રાસ્તાવિક
એ ખાતાના નિયામક નીમ્યા (૧૮૬૨). ૧૮૬૬માં આ કામગીરી બંધ કરવામાં આવી. ૧૮૭૦માં વાઈસરોય લોર્ડ મેએ કનિંગહમને આ ખાતાના વડા નિયામક નીમી ત્રણ મદદનીશોને પણ પ્રબંધ કર્યો. ૧૮૭૨માં Indian Antiquary નામે સામયિક શરૂ થયું, જેમાં પુરાતત્ત્વના વિવિધ વિષયે વિશે લેખ પ્રકાશિત થવા લાગ્યા. શરૂઆતમાં Archaeological Survey of India ની પ્રવૃત્તિ ઉત્તર ભારત પૂરતી મર્યાદિત હતી. ૧૮૭૪માં પશ્ચિમ તથા દક્ષિણ ભારત માટે ડો. બજે સની નિમણૂક કરવામાં આવી. એ વર્ષે બજેસે દક્ષિણ ભારતીય પ્રાચીનલિપિવિદ્યા વિશે પુસ્તક પ્રકાશિત કર્યું. ૧૮૭૭માં કનિંગહમે ભારતીય અભિલેખોના સંગ્રહના ગ્રંથ ૧ તરીકે અશોકના અભિલેખોને સંગ્રહ બહાર પાડ્યો. ભારતીય અભિલેખવિદ્યાનું આ એક નોંધપાત્ર પ્રસ્થાન ગણાય.
૧૮૮૩માં સંસ્કૃત, પાલિ અને દક્ષિણ ભારતની ભાષાઓના અભિલેખોના સંપાદન તથા અનુવાદ માટે અભિલેખવિદ( Epigraphist)ને ખાસ પ્રબંધ કરવામાં આવ્યો. આ જગ્યાએ ફૂલીટને નીમવામાં આવ્યા. ૧૮૮૮માં બજેસે ભારતીય અભિલેખ માટે Epigraphia Indica નામે ખાસ સામયિક શરૂ કર્યું, જે અદ્યપર્યત ચાલુ છે. મદ્રાસ સરકારે દક્ષિણ ભારતના અભિલેખોના સંશોધન માટે ડો. હુશની નિમણૂક કરીને એનું નિયમિત પ્રકાશન કરાવવા માંડ્યું. આગળ જતાં Archaeological Survey of India તરફથી ભારતના મુસ્લિમ અભિલેખો માટે ખાસ અભિલેખવિદની જગ્યા ઉમેરવામાં આવી ને Epigraphia Indo-Moslemic tit Palais 21465 $16917 આવ્યું. હાલ એને Epigraphia Indica : Arabic and Persian Supplement તરીકે પ્રકાશિત કરવામાં આવે છે.
દરમ્યાન ભારતમાં સંખ્યાબંધ અભિલેખ શોધાયા, વંચાયા ને સામયિકોમાં પ્રકાશિત થયા. અભિલેખોના બીજા કેટલાક સંગ્રહ પણ બહાર પડ્યા. અભિલેખોની સંદર્ભ સૂચિઓ પણ તૈયાર કરાઈ પ્રકાશિત કરાઈ. ૧૮૯૪માં પં. ગૌરીશંકર ઓઝાએ હિંદીમાં પ્રાચીન ટિપિકાટા બહાર પાડી અને એ પછી ૧૮૯૫માં ડો. ગૂલરે જર્મન ભાષામાં Indische Palaeographie પ્રસિદ્ધ કર્યું. ત્યારથી ભારતીય પ્રાચીનલિપિવિદ્યાનાં કેટલાંક પુસ્તક પણ પ્રકાશિત થયાં છે.
ડો. મૂલરે પોતાના જર્મન પુસ્તકનો કરેલો અંગ્રેજી અનુવાદ ૧૯૦૪માં Indian Antiquaryમાં પરિશિષ્ટરૂપે પ્રસિદ્ધ થયું. ૧૯૧૮માં પં.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org