________________
૩૪૨
ભારતીય અભિલેખ વિદ્યા એમાંનાં કેટલાંક પાઠાંતર તો મૂળ લેખમાં રહેલાં હોવાનું માલૂમ પડે છે. વળી બીજો તફાવત એ છે કે લે. ૭૪ પછી ગદ્યમાં આપેલી પંક્તિમાં લેખ કોતરનારનું નામ જુદું છે. વળી એ લેખ તે આદિનાથ મંદિરની પાસેની ધર્મશાળાની ભીંતમાં ચણેલો હતો, જ્યારે આ લેખ તો નેમિનાથ મંદિરના ગોખલામાં ચણેલો છે. આથી ધર્મશાળાવાળો લેખ એ જુદા સલાટે કોતરેલી બીજી નકલ છે. આ લેખ ચંડેશ્વર નામે સૂત્રધારે કોતર્યો છે, જ્યારે પેલે લેખ કવાક નામે ગજધરે કોતરેલો છે. કદુવાકે કોતરેવા લેખની મિતિ “વિ. સં. ૧૨ ૬૭ ફાગુન વદિ ૧૦ સૌમ્યદિન” વાંચવામાં આવી છે, પરંતુ ત્યારે વસ્તુપાલ-તેજપાલ વીરધવલના અમાત્ય નિમાયા ન હોઈ એ પાઠ બરાબર નથી ખરી રીતે એ નકલમાં પણ વિ. સં. ૧૨૮૭ ના ફાગુન વદિ ૩ ને રવિ' ની મિતિ જ કોતરી હોવી જોઈએ. આ નકલતો પત્તો લાગ નથી, નહિ તો શુદ્ધ પાઠની ખાતરી કરી શકાત.
આ નકલમાં લખાણ લગભગ ૯૫ સે.મી. (૩ ૧૩') પહોળી અને ૮૦ સે.મી. (૨) ૭') ઊંચી જગામાં કોતરેલું છે.
પહેલા બે શ્લેક દેવહુતિના છે. ત્રીજામાં અણહિલપુરનું વર્ણન છે.
શ્લેક ૪-૨૪ માં તેજપાલના કુલનું, લે. ૨૫-૨૯ માં રાણા વીરધવલના કુલનું, લે. ૩૦-૪૨ માં આબુના પરમાર રાજકુલનું અને લે. ૪૩-૪૯માં પાછું તેજપાલના કુલનું, લે. ૫૦-૫૪ માં અનુપમદેવીના કુલનું, શ્વે. ૫૫-૫૯ માં લાવણ્યસિંહનું, પ્લે. ૬૦-૬૪ માં નેમિનાથ મંદિરનું, શ્વે. ૬ ૫-૬૮ માં વસ્તુપાલ-તેજ વાલની દાનવીરતાનું અને શ્લે. ૬૯-૭ માં વિજયસૂરિની ગુરુ-શિષ્ય પરંપરાનું નિરૂપણ છે. લે. ૭૨ અને ૭૪ આશીર્વાદાત્મક છે. લે. ૭૩ માં પ્રશસ્તિ રચનારની વિગત છે. . ૭૪ પછીના ગદ્યમાં પ્રશસ્તિ કરનારની તેમ જ પ્રતિષ્ઠાની વિગત છે.
વસ્તુપાલ-તેજપાલની માતા કુમારદેવી બાલવિધવા હતી. એશ્વરાજ સાથે પુનર્લગ્ન કરીને એણે ૧૧ સંતાનોને જન્મ આપ્યો – ૪ પુત્ર અને ૭ પુત્રીઓ. પરમાર વંશના વૃત્તાંતમાં કેટલીક ઐતિહાસિક હકીકત મળે છે. બલ્લાલ માળવાનો રાજા હતો, પણ ત્યાં પરમાર વંશનો હતો એવું નિશ્ચિત નથી. સિદ્ધરાજે માળવા જીતી લીધું તે પછી બલ્લાલે ધારાનગરી કબજે કરી લાગે છે.૪૦ ધારાવર્ષના અનુજ પ્રહલાદને પ્રહલાદનપુર (પાલનપુર) વસાવ્યું છે. એણે હરાવેલે સામંતસિંહ મેવાડને ગુહિલ રાજા સામંતસિંહ હતો.૪ ૧ પ્રહૂલાદન
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org